વલસાડ પાસે NRI પરિવારની કારને અકસ્માત,છના મોત

Jan 20, 2017 08:30 AM IST | Updated on: Jan 20, 2017 09:50 AM IST

વાપીઃવલસાડ નજીક આજે  કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઇ છે. અકસ્માતને પગલે હાઇવે પર ચક્કાજામ સર્જાયો છે.

વલસાડના સરોધી નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભોગ બનેલ પરિવાર મુંબઈથી નવસારી તરફ આવી રહ્યો હતો.ભોગ બનેલ પરિવાર NRI હોવાની માહિતી મળી છે.અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી છે.મૃતકોમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ અન્ય પાંચ

વલસાડ પાસે NRI પરિવારની કારને અકસ્માત,છના મોત

ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે.

મૃતકો મૂળ નવસારી જિલ્લાના રહેવાસી છે.લગ્ન પ્રસંગમાં હાજરી આપવા કેનેડાથી વતન આવી રહ્યા હતા.મૃતકોમા બે NRIનો સમાવેશ થાય છે.કારમા ફસાયેલા 3 મૃતદેહોને ગેસ કટરથીબહાર કઢાયા છે.

અકસ્માતમા મૃત્યુ પામેલ લોકોના નામની યાદી

હસમુખ ભાઈ ગાંધી મૂળ બીલીમોરા, નવસારીના રહેવાસી

માનસી આનંદભાઈ ગાંધી,બીલીમોરાના રહેવાસી

આનંદભાઈ ગાંધી મૂળ બીલીમોરાના રહેવાસી

પ્રકાશભાઈ પસ્તાગીયા, રહેવાસી કેનેડા, મૂળ નવસારીના રહેવાસી

મીનાક્ષી બેન પસ્તાગીયા રહેવાસી કેનેડા, મૂળ નવસારીના રહેવાસી

તેમજ કાર ચાલક નું પણ મોત

સુચવેલા સમાચાર