સુરતઃવિન્ટેકનું 400કરોડનું ઉઠમણું,લેણદારોથી બચવા ચેરમેને ઝેર પીધુ

Jan 25, 2017 07:07 PM IST | Updated on: Jan 25, 2017 07:07 PM IST

સુરત:સરથાણા વિસ્તારમાં વિન્ટેક કંપનીએ 400 કરોડ રૂપિયામાં ઉઠમણું કર્યાના સમાચાર વહેતા થયા છે. બીજી તરફ વિન્ટેક એચઆરપી કંપનીના ચેરમન જીગ્નેશ પાનશેરિયાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હોવાનું જાણવા મળ્યું છે.તો કંપનીમાં રોકાણકરેલા લોકો કંપનીની ઓફિસે દોડી આવ્યાં હતાં.

vintnesh1

સુરતઃવિન્ટેકનું 400કરોડનું ઉઠમણું,લેણદારોથી બચવા ચેરમેને ઝેર પીધુ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મલ્ટી લેવલ માર્કેટિંગ કંપની દ્વારા અનેક લોકોના રૂપિયા ચાઉ કરાયા છે. અંદાજે 400 કરોડ રૂપિયામાં કંપનીએ ઉઠમણું કર્યાની ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ એવી પણ માહિતી સામે આવી રહી છે કે, કંપનીના ચેરમેન એવા જીગ્નેશ ઘનશ્યામ પાનશેરિયાએ ઝેરી દવા પી લીધી છે. જેથી મોટી સંખ્યામાં લોકો પુણા સરથાણા વિસ્તારમાં આવેલી કંપનીની ઓફિસ પર પહોંચી ગયા હતાં. અને રૂપિયાની માગણી કરવાની સાથે ધરણા પર ઓફિસમાં જ બેસી ગયા હતાં.

જીગ્નેશ કોણ છે જાણો કુંડળી?

મૂળ સૌરાષ્ટ્રનો વતની એવો જીગ્નેશ પાનશેરીયા સાત ધોરણ પાસ થયેલો છે. અને તેમણે થોડા વર્ષો અગાઉ એચઆરપી વિન્ટેક્ષ કંપની શરૂ કરી હતી. જેમાં તે શરૂઆતમાં લોકો પાસેથી 30 રૂપિયા ઉઘરાવતાં અને સભ્યો બનાવતો હતો. ધીમે ધીમે સભ્યો વધતાં ગયા તેમ સભ્ય ફી વધતી ગઈ અને કંપની લાખો કરોડોના ટર્ન ઓવરે પહોંચી ગઈ હતી. કંપનીમાં દરેક વ્યક્તિ ભાગીદાર ગણાતો હતો.લાકો રૂપિયા નૂ રોકાણ કરી લોકોને 100 ટકા વળતર આપવાનું કહીને લોકો સાથે છેતરપિંડી કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર