આ દ્રશ્ય જોઇને 'તારક મહેતા કા ઉલટા ચશ્માં ' પર પ્રતિબંધની થઇ માંગ

Sep 18, 2017 01:56 PM IST | Updated on: Sep 18, 2017 01:56 PM IST

મુંબઈઃ નવ વર્ષથી ચાલતી સોની સબ ચેનલની લોકપ્રિય ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. આ શો પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, શિરોમણી ગુરુદ્ધારા પ્રબંધક કમિટિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર વારંવાર ઇશ્વરની નિંદા કરવાનો આરોપ લગાવતા તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.

tarak_mehta

આ દ્રશ્ય જોઇને 'તારક મહેતા કા ઉલટા ચશ્માં ' પર પ્રતિબંધની થઇ માંગ

હાલમાં જ પ્રસારિત થયેલા એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન શોના એક એકટરે શીખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકા ભજવી હતી

જો કે આ દ્રશ્ય જોઇને શીખ સમુદાયમાં રોષ ભભૂકી ઊઠયો છે. તેમના ધર્મગુરુનું ટેલિવિઝન ચેનલના શોમાં જીવિત ચિત્રણ સમુદાયને પસંદ ન પડતા એસજીપીસી પ્રમુખ કૃપાલ સિંહ બાદુંગરે ફરિયાદ નોંધાવી છે. તેમના મતે કોઇપણ અભિનેતા અથવા વ્યકિત પોતાની સરખામણી તેમના ધર્મગુરુ સાથે ન કરી શકે. આમ કરવુ શીખ સમુદાયના સિધ્ધાંતોની વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોની ટીવીના શો ‘પહરેદાર પિયા કી’માં બાળલગ્નને પ્રોત્સાહન આપતી હોવાને કારણે તેને બેન કરવાની માંગ ઉઠી હતી અને બાદમાં આ શોને બંધ કરી દેવામાં આવ્યો હતો.

સુચવેલા સમાચાર