ચૈતન્ય અને સમંથાનાં લગ્નમાં પિતા નાગાર્જુને કર્યો 10 Crનો ખર્ચો

Oct 07, 2017 03:12 PM IST | Updated on: Oct 07, 2017 03:29 PM IST

નાગાર્જુનનો દીકરો નાગા ચૈતન્ય અને સાઉથ સુપર સ્ટાર સમંથા રૂથે 6 ઓક્ટોબરનાં રોજ લગ્ન કરી લીધા છે. તેમણે ગોઆમાં લગ્ન કર્યા.. આ લગ્નમાં ગણતરીનાં નિકટનાં લોકોને આમંત્રણ હતું. પણ ખાસ વાત તો એ છે આ લગ્નમાં 10 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે.

બે દિવસું ખા ફંક્શન રાખવામાં આવ્યું હતું. જેમાં સાઉથ સ્ટાર્સને આમંત્રણ હતું. જેમાં દગ્ગુબટી ફેમિલી, વેંકટેશ, રામ ચરણ તેજા, વેન્નેલા કિશોર, રાહુલ રવિન્દ્રન અને તેમના પત્ન ઉપાસના, સુરેશ બાબુ, સુશાંથ, અદિવિ સેશ સહિતનાં અનેક મહેમાન હાજર રહ્યાં હતાં.

ચૈતન્ય અને સમંથાનાં લગ્નમાં પિતા નાગાર્જુને કર્યો 10 Crનો ખર્ચો

ગોઓની 'w' હોટલમાં લગ્ન રાખવામાં આવ્યા હતાં. હિન્દુ રીતિ-રિવાજ મુજબ રાત્રે 11.30 વાગ્યે લગ્ન થયા. સમંથાએ ચૈતન્યનાં દાદીની સાડી પહેરી હતી. જેને ડિઝાઇનર ક્રેશા બબાજે મોર્ડન લૂક આપ્યો હતો. તો ચૈતન્ય સિલ્કનાં સફેદ ધોતી અને ઝભ્ભામાં નજર આવ્યો હતો.   40 દિવસ સુધી હનીમૂન માણશે સમંથા-ચૈતન્ય -લગ્ન બાદ સમંથા અને નાગા ચૈતન્ય 40 દિવસના લાંબા હનીમૂન પર જશે -નવેમ્બરના અંતમાં બન્ને હનીમૂનથી પરત ફરશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર