સાધુ સંતોની નારાજગી મામલે ભારતી બાપુ સહિતના સંતો CMને મળવા પહોચ્યા

Nov 14, 2017 01:06 PM IST | Updated on: Nov 14, 2017 01:06 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર તમામ નારાજ વર્ગોને મનાવી લેવા માટે મથી રહી છે. આજે (મંગળવારે) સરકારથી નારાજ સાધુ-સંતોને મનાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે વિવિધ માંગણીઓને લઈને નારાજ રહેલા ભારતી બાપુ સહિતના સંતોને મળવા માટે મુખ્યમંત્રી નિવાસ્થાને બોલાવ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે.

બેઠકમાં સાધુ સંતો પોતાની વિવિધ માંગણીએ સરકાર સમક્ષ રજુ કરશે. બેઠકમાં 21 જેટલા સાધુ સંતો મળવા પહોંચી ગયા છે.  બેઠકમાં સાધુ સંતોની વ્યાજબી હોય એવી માંગણી સ્વીકારવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

સાધુ સંતોની નારાજગી મામલે ભારતી બાપુ સહિતના સંતો CMને મળવા પહોચ્યા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર