વિકૃત રશિયન કપલ 30 લોકોને મારીને ખાઇ ગયું, માણસોનાં માંસનું બનાવતાં અથાણું !

Sep 27, 2017 11:51 AM IST | Updated on: Sep 27, 2017 12:19 PM IST

રશિયાની ક્રાસનોદર સિટીમાં આદમખોર પતિ-પત્નિની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, બંનેએ વર્ષ 1999થી અત્યાર સુધીમાં 30 લોકોની હત્યા કરી નાંખી છે અને તેમનું માંસ પકવીને ખાઇ ગયા છે. એટલું જ નહીં આ બંનેએ માણસોનાં માંસનું અથાણું પણ બનાવીને રાખ્યું હતું.  બંનેએ તેમનો ગુનો પણ કબૂલ કરી લીધો છે.

વિકૃત રશિયન કપલ 30 લોકોને મારીને ખાઇ ગયું, માણસોનાં માંસનું બનાવતાં અથાણું !

 

રશિયન પોલીસે 35 વર્ષનાં દિમિત્રી બાકેશેવ અને તેની 42 વર્ષિય પત્ની નતાલિયાની ધરપકડ કરી લીધી છે. નતાલિયા વ્યવસાયે નર્સ છે. સર્ચ ઓપરેશનમાં પોલીસે તેનાં ઘરમાંથી આઠ લોકોનાં શરિરનાં અલગ અલગ ભાગ મેળવી લીધા છે.

આ આદમખોર પતિ-પત્નીએ તેમનાં ઘરમાં ભોયરું બનાવી રાખ્યુ હતું. જ્યાં તેઓ લોકોને મારીને તેમની લાશ મુકી રાખતા હતા. બંને એટલી હદે વિકૃત હતા કે તેઓ લાશ સાથે સેલ્ફી પણ લેતા હતા. તેઓ લોકોને મારીને તેમની ચામડી કાઢી લેતા. પોલીસે ભોયરાંમાંથી 19 ખાલ મેળવી છે.

મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, પોલીસે 11 સેપ્ટેંબરનાં રોજ આ કેસની તપાસ શરૂ કરી હતી. પોલીસને રસ્તા પર એક ખરાબ મોબાઇલ મળ્યો. જેમાં લાશ સાથે આદમખોર પતિ-પત્નીની ફોટો હતી. તે બાદ તેમણે તપાસ શરૂ કરી હતી. આ બંને લોકોને પોતાની જાળમાં ફસાવવા તેમને ડ્રગ્સને રવાડે ચઢાવતા હતા.

સુચવેલા સમાચાર