કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો, થોડા સમય પહેલા જ પહોચ્યા હતા અમેરિકાના રક્ષા મંત્રી

Sep 27, 2017 01:39 PM IST | Updated on: Sep 27, 2017 03:20 PM IST

કાબુલનાં હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 20 રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓની માનીયે તો, એરપોર્ટને હાલમાં ખાલી કરાવી દેવામાં આવ્યું છે.

તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દેવામાં આવી છે. હાલમાં કોઇ જાન-માલનાં નુક્શાનની જાણકારી સામે આવી નથી.

કાબુલ એરપોર્ટ પર રોકેટ હુમલો, થોડા સમય પહેલા જ પહોચ્યા હતા અમેરિકાના રક્ષા મંત્રી

સ્થાનિક વેબસાઇટ 'ટોલો ન્યૂઝ' મુજબ સવારે 11.15 વાગ્યે એરપોર્ટ પર રોકેટ છોડવામાં આવ્યા હતા. તેનાં થોડા સમય પહેલાં જ ત્યાં અમેરિકાનાં રક્ષામંત્રી સેક્રેટરી જેમ્સ મેટિસ અને નાટો ચીફ જેન્સ સ્ટોલેનબર્ગ કાબુલ પહોચ્યા હતા.

હાલમાં કોઇએ આતંકવાદી સંગઠનનાં હુમલાની જવાબદારી લીધી નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર