'કંગના મારી પ્રેમિકા તો શું, ક્યારેય મિત્ર પણ ન હતી'

Oct 09, 2017 03:55 PM IST | Updated on: Oct 09, 2017 03:55 PM IST

કંગના રનૌટ અને રિતિક રોશન વચ્ચેની મિત્રતા, પ્રેમ, ઝઘડો અને હવે એકબીજા પર પ્રહાર કદાચ જરૂર કરતાં વધુ થઇ ગયુ છે. પોતાની ફિલ્મ 'સિમરન'નાં પ્રમોસન પહેલાં કંગનાએ એક ઇન્ટરવ્યુંમાં તેનાં મોટા ભાગનાં પ્રેમ સંબંધો અને તેમાં તેનાં અનુભવ વિશે વાત કરી હતી. જેમાં તેણે રિતિક પર પણ ઘણાં આરોપ લગાવ્યા હતાં.  જોકે અત્યાર સુધી રિતિક રોશને આ મામલે  તદ્દન ચુપ્પી સાધી હતી.

પણ હવે તેણે આ ચુપ્પી તોડી છે હાલમાં જ રિતિક રોશને CNN-News18નાં જર્નાલિસ્ટ ભૂપેન્દ્ર ચૌબે સાથે વાતચીત કરી હતી. આ સમયે રિતિકે પહેલી વખત તેનો પોઇન્ટ ઓફ વ્યું મુક્યો છે  અને તે તમામ આરોપોનાં જવાબ આપ્યા છે જે કંગનાએ તેનાં પર લગાવ્યા હતાં.

'કંગના મારી પ્રેમિકા તો શું, ક્યારેય મિત્ર પણ ન હતી'

સુચવેલા સમાચાર