રામ મંદિર સુલેહને લઈને યોગી આદિત્યનાથને મળ્યા શ્રીશ્રી રવિશંકર

Nov 15, 2017 12:38 PM IST | Updated on: Nov 15, 2017 01:43 PM IST

લખનઉઃ આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રીશી રવિશંકરે બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અને શ્રીશ્રી વચ્ચે અયોધ્યામાં રામ મંદિરને લઈને ચર્ચા થઈ હતી.

મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ શ્રીશ્રી પંડિત અમરનાથ મિશ્રના ઘરે મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે. ગુરુવારે શ્રીશ્રી અયોધ્યા જશે. ત્યાં તેઓ અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા તમામ પક્ષકારો સાથે મળીને સુલેહ માટે કોઈ રોડમેપ તૈયાર કરશે. આ ઉપરાંત તેઓ મુસ્લિમ સમાજ સાથે પણ મુલાકાત કરશે. તેઓ મંત્રી મોહસિન રઝા સાથે પણ મુલાકાત કરશે.

રામ મંદિર સુલેહને લઈને યોગી આદિત્યનાથને મળ્યા શ્રીશ્રી રવિશંકર

આ પહેલા મંગળવારે વૃંદાવનમાં શ્રીશીએ કહ્યું હતું કે, આ મુદ્દા પર તેમની મધ્યસ્થતાથી સારું પરિણામ આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ પક્ષકારો અરસપરસ સમજૂતીથી આ મુદ્દે કોઈ નિર્ણય પર આવશે.

સુચવેલા સમાચાર