ટીમમાં શામેલ ન કરવા પર ફરી ભડક્યો જાડેજા, સોશિયલ મીડિયા પર શેર કરી આવી તસવીર

Sep 26, 2017 02:48 PM IST | Updated on: Sep 26, 2017 02:48 PM IST

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં અત્યાર સુધી ટીમ ઇન્ડિયાનાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તક આપવામાં આવી નથી. બાકીની બે વન ડે મેચમાં પણ ટીમમાં તેમને શામેલ કરવામાં આવ્યા નહીં. ટીમમાં શામેલ ન કરવા બદલ જાડેજાએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. પોતાની એક તસવીર શેર કરતાં જાડેજાએ લખ્યું છે, મારી પોલીસ રિપોર્ટ પ્રમાણે મારો ગત 'નાઇટ આઉટ' કમાલનો રહ્યો #રાજપૂત બોય

2

ટીમમાં શામેલ ન કરવા પર ફરી ભડક્યો જાડેજા, સોશિયલ મીડિયા પર શેર કરી આવી તસવીર

જાડેજાએ તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર આ તસવીર અને કેપશન પોસ્ટ કરી હતી. તેમની આ તસવીરમાં તે ધુમાડો કાઢતો જોવા મળે છે. જોકે તે સ્પષ્ટ નથી કે આ ધુમાડો શેનો છે.

તસવીરની સાથેની કેપ્શન બાદ ફેન્સ પણ જાણવા ઇચ્છે છે કે, આખરે કેમ જાડેજાએ તેની આ પોસ્ટમાં પોલીસનો ઉલ્લેખ કર્યો. જાડેજાએ હજુ સુધી તેની આ કેપ્શન પાછળનું કારણ નથી જણાવ્યું.

આ પહેલાં પણ ગુસ્સો ઠાલવી ચુક્યો છે જાડેજા

આ પહેલાં પણ જાડેજા ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં તેને ટીમ ઇન્ડિયામાં શામેલ ન કરવા મામલે પોતાનો ગુસ્સો ટ્વિટર પર કાઢી ચુક્યો છે જોકે થોડા સમય બાદ તેણે તે ટ્વિટ ડિલીટ કરી નાંખી હતી. તે ટ્વિટમાં જાડેજા એ લખ્યું હતું કે, પોતાની અસફળતાઓથી પોતાની વાપસીને મજબૂત બનાવો.

જાડેજા અને અશ્વિનને આરામ

સિલેક્ટર્સે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને આરામ આપવાનો નિર્ણય કર્યો છે આ બંનેની જગ્યાએ ટીમમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને શામેલ કરવામાં આવ્યા છે. પહેલી ત્રણેય વન ડેમાં યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે તેમની બોલિંગથી સૌને પ્રભાવિત કર્યા હતા. જેને કારણે હવે ટીમમાં જાડેજા અને અશ્વિનની વાપસી થોડી મુશ્કેલ લાગે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર