દિવાળીનાં તહેવારો આજથી શરૂ, આજે છે 'રમા અગ્યારસ', જાણી લો લક્ષ્મીજીને રીઝવવાનાં ઉપાય

Oct 15, 2017 11:49 AM IST | Updated on: Oct 15, 2017 11:49 AM IST

દિવાળીનાં તહેવારો અગ્યારસથી શરૂ થઇ જાય છે. આજનાં દિવસથી જ ઘરનાં આંગણે દિવા પ્રગટાવવામાં અને રંગોળી કરવામાં આવે છે. દિવાળી પહેલા આવતાં ખાસ અને પવિત્ર દિવસોમાંથી એક છે આજનો દિવસ, આજે ભારે મહાત્મ્ય ધરાવતી રમા એકાદશીની પૂજા-અર્ચના અને વ્રતની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ઘરમાં ભગવાન વિષ્ણુની વિશેષ વિધિથી પૂજા કરવાથી ઘરમાં કાયમ રહેશે મા લક્ષ્મીજીનો વાસ. આજનાં દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનાં પાઠ અચૂક કરવા તે આપ અને આપનાં પરિવાર માટે ફળદાઇ રહેશે.

અગ્યારસની પૂજા વિધિ-

દિવાળીનાં તહેવારો આજથી શરૂ, આજે છે 'રમા અગ્યારસ', જાણી લો લક્ષ્મીજીને રીઝવવાનાં ઉપાય

રમા એકાદશીનું ફળ કામધેનુ, ચિંતામણી જેવું પ્રાપ્ત થાય છે. રમા એકાદશીના વ્રતથી ધન-ધાન્યની કમી દૂર થાય છે અને સ્થાયી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું ધૂપ, પંચામૃત, તુલસીના પાંદડા, દીવો, નૈવેદ્ય, ફૂલ, ફળ વગેરેથી પૂજન કરવું.

ઉપવાસ કરવો

આજનાં દિવસે અગ્યારસનો ઉપવાસ કરવો. અને જો ઉપવાસ ન થઇ શકે તો એક ધાન ખાઇને દિવસ પસાર કરવો

સુચવેલા સમાચાર