મારા પિતા નિર્દોષ, મારો જીવ જોખમમાં : હનીપ્રીત

Sep 26, 2017 01:29 PM IST | Updated on: Sep 26, 2017 01:48 PM IST

સાધવી સાથે બળાત્કાર મામલે દોષિત કરાર થયા બાદ ગુરમીત રામ રહીમ જેલમાં બંધ છે. રામ રહીમની કથિત દત્તક દીકરી હનીપ્રીત એક મહિનાથી ફરાર છે. હનીપ્રીતનાં વકિલે દાવો કર્યો છે કે, તે દિલ્લીમાં જ છે અને તેને હનીપ્રીત તરફથી દિલ્લી હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ દાખલ કરી દીધી છે.

દિલ્લી હાઇકોર્ટમાં મંગળવારે બપોરે 2 વાગે આ મામલે સુનવણી થશે.. પોતાની અરજીમાં હનીપ્રીતે રામ રહિમને તેનાં પિતા ગણાવી તેને નિર્દોષ કહ્યો છે. બીજી તરફ હનીપ્રીતની શોધમાં પોલીસે દરેક જગ્યાએ સર્ચ ઓપરેશન કરી રહી છે. પોલીસે દિલ્લીનાં ગ્રેટર કૈલાસ 2નાં વિસ્તારનાં એક ઘરમાં સર્ચ ઓપરેશન કર્યુ પણ ત્યાંથી હનીપ્રીત  મળી નહીં.

મારા પિતા નિર્દોષ, મારો જીવ જોખમમાં : હનીપ્રીત

હનીપ્રીતનાં વકીલ પ્રદીપ આર્યાનું કહેવું છે કે, હનીપ્રીત સોમવારે દિલ્લીમાં જ હતી. તેમનું કહેવું કે, જામીનનાં કાગળ પર હનીપ્રીતની સહી જરૂરી હોવાથી જેને કારણે તે સોમવારે લાજપત સ્થિત તેમની ઓફિસ પર આવી હતી.

Honeypreet VAKIL

હનીપ્રીતનાં વકિલ પ્રદીપ આર્યાનું નિવેદન

હનીપ્રીતનાં વકીલનું કહેવું કે તે ફરાર નથી.. પણ સુરક્ષાનાં કારણોથી તે લોકોની સામે નથી આવી રહી.. આપને જણાવી દઇએ કે હનીપ્રીતે આગોતરા જામીન માટે દિલ્લી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ આરજી પર 2 વાગ્યા બાદ સુનવણી થશે.

રામ રહીમનાં જેલ ગયા બાદ હનીપ્રીત આશરે એક મહિનાથી ફરાર છે હરિયાણા પોલીસે તેમની તપાસમાં બિહારથી માંડીને રાજસ્થાન સુધી અને રાજસ્થાનથી માંડીને નેપાળ સુધી તપાસ કરી છે. પોલીસ હનીપ્રીતને ભાગેડુ જાહેર કરવાની પણ તૈયારીમાં હતી.

હનીપ્રીત છેલ્લે 25 ઓગષ્ટનાં રોજ રોહતકમાં જોવા મળી હતી 25 ઓગષ્ટનાં રોજ ગુરમીત રામ રહીમને પંચકુલાની વિશેષ CBI કોર્ટે દોષી જાહેર કર્યો હતો અને તેને રોહતકની સુનારિયા જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. પંચકૂલાથી હનીપ્રીત પણ તેની સાથે હેલીકોપ્ટરથી રોહતક ગઇ હતી.

સુચવેલા સમાચાર