રાજકોટઃભીડવાળા વિસ્તારમાં ટિફિન બોક્સ પર પ્રતિબંધ,જાણો શું છે મામલો

Mar 06, 2017 02:31 PM IST | Updated on: Mar 06, 2017 02:31 PM IST

રાજકોટઃઆતંકવાદીઓ સામાન્ય રીતે મોટા શહેરોમાં બોમ્બ વિસ્ફોટ માટે કોઈ જાહેર જગ્યા અને સાઇકલ કે વાહનો શોધી તેમાં બોમ્બ પ્લાન્ટ કરતા હોઈ છે. જાહેર જગ્યાઓ પર બોંબ વિસ્ફોટ કરવા માટે સાઇકલ અથવા ટુ વીલરનો ઉપયોગ કરી તેમાં ટીફીન થવા અન્ય સામાનમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવતો હોઈ છે.

ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ અને જાહેર સ્થળો પર આવા પ્રકારની રીતથી બોમ્બ ધડાકા કરવાના બનાવો પણ બની ચુક્યા છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું રીપીટ કર્યું છે જેમાં ટીફીન બોક્સ કે અન્ય કોઈ પણ સમાન સાથે સાઇકલ કે ટુ વીલર જાહેર રસ્તા, રોડ કે ફૂટપાથ પર નહિ મુકવાનું જાહેરનામું રીન્યુ કરવામાં આવ્યું છે.

રાજકોટઃભીડવાળા વિસ્તારમાં ટિફિન બોક્સ પર પ્રતિબંધ,જાણો શું છે મામલો

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર