મોદીએ કામ કર્યુ હોત તો સ્વિટ્ઝરલેન્ડ માંથી કાળું નાણું ક્યારનું પાછુ આવી ગયુ હોત: રાહુલ

Nov 01, 2017 01:00 PM IST | Updated on: Nov 01, 2017 01:01 PM IST

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીને ઘેરવા આ વખતે એકદમ આક્રમક બની ગયા છે. રાહુલ ગાંધી હાલમાં ભરૂચથી સંબોધન આપ્યુ. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પાટીદારો, મહિલાઓ, ખેડૂતો સહિતના વિવિધ વર્ગો સાથે બેઠક કરશે. સાથેસાથે જાહેરસભાઓ પણ ગજવશે.

-દેશના તમામ રાજ્યમાં પ્રવાસ કર્યા

મોદીએ કામ કર્યુ હોત તો સ્વિટ્ઝરલેન્ડ માંથી કાળું નાણું ક્યારનું પાછુ આવી ગયુ હોત: રાહુલ

-પહેલી વાર ગુજરાતમાં એવું લાગે છે કોઈ પણ ભાગમાં ખુશી નથી

-દરેક સમાજ મુશ્કેલીમાં છે

-હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશને કર્યા યાદ

-ગુજરાતમાં ઉદ્યોગપતિ આંદોલન નથી કરતા કારણ કે તેઓ ખુશ છે

-ખેડૂત, ગરીબને પાણી નથી મળતું

-ઉદ્યોગપતિને પાણી મળે છે

-રોજગારી મુદ્દે મોદી સરકાર પર પ્રહાર

-મેક ઈન ઇન્ડીયાની વાત કર છે પણ દેશમાં બેરોજગારી વધી

-5-10 દશ ઉદ્યોગપતિને ફાયદો કરાવે છે -માલ ચાઇનામાં બનશે, વેચાશે દેશમાં -8 નવેમ્બરના રોજ નોટબંધી કરવામાં આવી

-નાના વેપારીઓને મોદી સરકારે ચોર ગણાવ્યા

-સ્વિત્ઝરલેન્ડના કાળા નાણા મોદી સરકાર ૩ વર્ષમાં લાવી શકી નથી

-જીએસટી મુદ્દે પણ સરકાર પર પ્રહાર, જીએસટી એટલે ગબ્બર સિંહ ટેકસ

-ગરીબ પાસેથી રૂપિયા લઇ લેવામા આવ્યા

-કાળા ધન માટે મોદીએ જો કામ કર્યું હતો એકાઉન્ટમાં પૈસા આવી ગયા હોત

-અરૂણ જેટલી પર રાહુલ ગાંધીના પ્રહાર, નાના વેપારીઓનું સાંભળો અરૂણ જેટલી

-ગુજરાત દેશને રસ્તો બતાવતુ રાજ્ય

-ગુજરાતને ખબર પડી છે કે શક્તિ ખેડૂત, યુવા પાસે છે

-ચૂંટણીમાં ખબર પડશે લોકોને ગુસ્સો શું છે

-રાહુલ ગાંધીએ કોંગ્રેસી કાર્યકર્તાઓને આહ્વાન કર્યું

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર