રાહુલ ગાંધીએ પારલેજી બિસ્કિટ, સુરતી લોચો અને ચાની માણી મજા

Nov 08, 2017 05:46 PM IST | Updated on: Nov 08, 2017 05:46 PM IST

સુરતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ હીરા અને કાપડના વેપારીઓની વચ્ચે થોડો સમય મળતાં ચા નાસ્તો કર્યો હતો. જેમાં વરાછા મેઈન રોડ પર રોડ પર આવેલી સોમનાથમાં રાહુલ ગાંધીએ ચા-નાસ્તો કર્યો હતો. અહીં રાહુલ ચા-નાસ્તા સાથે બિસ્કીટ અને સુરતી લોચા-ખમણનો સ્વાદ ચાખ્યો હતો. સામાન્ય માણસની જેમ જ તેમણે નાસ્તો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે, આ અગાઉની મુલાકાતમાં રોડ સાઈડના ઢાબામાં હાઈ વે પર રાહુલે ડીનર કર્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર