NTPC દુર્ઘટના: ગુજરાત મુલાકાત અધવચ્ચે મુકી ઘાયલોને મળવા રાયબરેલી પહોચ્યા રાહુલ ગાંધી

Nov 02, 2017 12:04 PM IST | Updated on: Nov 02, 2017 12:32 PM IST

ગુજરાત મુલાકાત વચ્ચે છોડીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુરવારે રાયબરેલી પહોચી ગયા છે જ્યાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ ઘાયલોને ણળ્યા રાહુલ ગાંધીએ મૃતકોનાં પરિવારજનોને પણ મળવાનાં છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 26 લોકોનાં મોત થઇ ગયા છે.

rahul-raebareli1

આ વચ્ચે ઉંચાહાર નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)નાં પ્લાન્ટમાં દુર્ઘટના થઇ હતી જેમાં ઘણાં લોકો ઘાયલ છે અને કેટલાંકની હાલત ગંભીર છે. મૃતકોની સંખ્યા હાલમાં 26 પહોંચી છે. આ તમામ માહિતી ગૃહ સચિવ અરવિંદ કુમારે આપી હતી.

રાહુલ ગાંધીનાં ગુજરાત પ્રવાસ અધવચ્ચે છોડીને રાયબરેલી ગયા છે પણ તેઓ ત્યાં પિડીત અને મૃતકોનાં પરિવારજનોની મુલાકાત લેશે તે બાદ ગુજરાત પરત ફરશે. અને તેમનાં આગળનાં કાર્યક્રમમાં જોડાશે.

અર્જુન મોઢવાડીયાનું નિવેદન

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડીયાએ રાહુલ ગાંધીની મુલાકાત વિશે વાત કરતાં કહ્યું કે, રાહુલ ગાંધીને તાત્કાલિક રાયબરેલી જવાનું થતા તેઓ બપોર બાદ ગુજરાત પરત ફરશે. અને બાકી રહેતા તમામ સ્થળોએ રાહુલ ગાંધી જાહેરસભાઓ કરશે. રાહુલ ગાંધીની ગેરહાજરીમાં અશોક ગેહલોતની આગેવાનીમાં પ્રવાસ આગળ વધશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર