રાયબરેલીનાં NTPC પ્લાન્ટ એન્જિનિયરની એક ભૂલ, ભુંજાયા 26 જીવ

Nov 02, 2017 12:21 PM IST | Updated on: Nov 02, 2017 12:27 PM IST

ઉત્તર પ્રદેશનાં રાયબરેલીનાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)નાં યુનિટન નંબર 6નાં બોઇળરની સ્ટીમ પાઇપ ફાટવાની ઘટના બની હતી. જેમાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 26 મજુરોનાં મોત થઇ ગયા છે. હાલમાં તમામ ઘાયલોને નજીકમાં આવેલી શ્યામા પ્રસાદ મુખર્જી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

સોર્સિસની માનીયે તો, એન્જિનિયરની ભૂલનાં કારણે આ દૂર્ધટના ઘટી હતી. તો ત્યાં હાજર મજૂર એ હદે ડરી ગયા હતા કે કેટલાંકે જીવ બચાવવા માટે પહેલે માળેથી કૂદકો મારી દીધો હતો.

બોઈલરમાં ઉત્પન્ન થતી ઉર્જાને કારણે 500 ડિગ્રી તાપમાન હોય છે અને તેના સપર્કમાં આવતાં જ કોઈ પણ વ્યક્તિનું શરીર ઓગળી જાય છે. હોનારત વખતે 26 જેટલા કામદાર બોઈલર પાસે કામ કરતાં હતાં. બોઈલર ફાટતાં જ તેઓ આગની જવાળા સમી રાખના ઢગલા નીચે દબાઈ ગયા હતાં. ઘાયલમાંથી છ લોકો 100 ટકા દાઝી ગયા છે. જ્યારે બે લોકો 50 ટકા દાઝી ગયા છે. NTPCના પાંચ એડિશનલ જનરલ મેનેજર મિશ્રીલાલ, સંજીવ શર્મા, ધાનુ ભુઈયા, પ્રભાસ તેમજ સહદેવ સ્પિસને બર્ન સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓ તમામ 80 ટકા દાઝી ગયા છે. દાઝી ગયેલાઓ પૈકી અશફાક, સંતોષ સાહુ, છોટુ ચોધરી અને શિવ શંકરને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરાયા છે.

Fire in NTPC 5

Fire in NTPC

વિસ્ફોટ પછી કેટલાક કામદારો સાતમાં માળેથી પાઈપ મારફતે નીચે આવ્યા હતા. આ સમયે તેમણે ભારે હિંમત દાખવી હતી. કેમ કે રાખને કારણે ચારે તરફ દઝાડી દેતી ગરમી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમારે જણાવ્યું હતું કે એનટીપીસી હોનારતની તપાસ માટે સમિતિની રચના કરાઈ છે. સમિતિમાં મેજિસ્ટ્રેટ અને ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. સમિતિ તપાસ

અહેવાલ જિલ્લા મેજિસ્ટ્રેટને સુપરત કરશે.

NTPC દુર્ઘટના  અંગે વધુ માહિતી મેળવવાનાં હેલ્પ લાઇન નંબર

0535-2703301,

0535- 2703401,

9454416654,

9451794127

સુચવેલા સમાચાર