મોદી બે દિવસ માટે ગુજરાતમાં, દ્વારકાધીશનાં લીધા આશિર્વાદ

Oct 07, 2017 11:11 AM IST | Updated on: Oct 07, 2017 01:21 PM IST

પ્રધાન મંત્રી મોદીએ હાલમાં જ દ્વારકા મંદીરમાં કરી પૂજા અર્ચના. અને દ્વારકાધીશનાં લીધા આશિર્વાદ. આ સાથે જ તેઓ દ્વારકામાં ઓખા-બેટ દ્વારકા સ્ટેન્ડબ્રીજ સહિતનાં પ્રોજેક્ટનું ખાત મુર્હત પણ કરશે. આ પ્રોજેક્ટ આશરે 900 કરોડ રૂપિયાનો છે.

દ્વારકામાં કાફલો રોકાવી પ્રધાનમંત્રી મોદી કારમાંથી નીચે ઉતર્યા ભાજપનાં કાર્યકર હરિભાઇને મળ્યા પ્રધાનમંત્રી મોદી હરિભાઇ દ્વારકાનાં ભિષ્મ પિતામહા ગણાય છે વડાપ્રધાન મોદી પહોંચ્યા જામનગર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી પહેલીવાર પોતાના વતન વડનગર જશે. આ બંન્ને દિવસ દરમિયાન તેઓ રૂ.૫૮૨૫ કરોડના હાઈવે પ્રોજેક્ટ,

૭મી ઓક્ટોબર, શનિવાર

સવારે ૭ કલાકે : દિલ્હીથી જામનગર વિમાન દ્વારા એરફોર્સ સ્ટેશન

સવારે ૯ કલાકે : જામનગર એરફોર્સથી હેલિકોપ્ટર મારફતે દ્વારકા

સવારે ૯-૩૦ કલાકે : દ્વારકાધીશના દર્શન કરીને પ્રવાસને આરંભ

સવારે ૧૦-૦૦ કલાકે : ઓખા- બેટદ્વારકાને જોડાતા રૂ. ૯૬૨ કરોડના કેબલ સ્ટેડ સિગ્નેચર બ્રિજના નિર્માણનો શિલાન્યાસ અને

ત્યારબાદ સ્થાનિક નાગરીકોને સંબોધન કરશે

બપોરે ૧૨-૩૦ કલાકે : દ્વારકાથી હેલિકોપ્ટર મારફતે ચોટીલા પહોંચશે

બપોરે ૧-૦૦ કલાકે : રાજકોટ નજીકનું એરપોર્ટનુ ભૂમિ પુજન, અમદાવાદ- રાજકોટ હાઈવેના છ માર્ગીકરણ અને રાજકોટ- મોરબી

હાઈવેને ચાર માર્ગીકરણ કરવાના પ્રોજેક્ટનુ ખાતમુર્હત. સ્થાનિક નાગરીકોને સંબોધન

બપોરે ૩-૩૦ કલાકે : ચોટીલાથી હવાઈમાર્ગે ગાંધીનગરના પાલેજ પહોંચશે

બપોરે ૪-૦૦ કલાકે : પાલેજમાં ઉદ્દઘાટન અને ડિઝિટલ લિટરસીનું લોન્ચિંગ.

સાંજે ૬-૦૦ કલાકે : સચિવાલય સ્થિત હેલિપેટથી રાજભવન રોકાણ માટે પહોંચશે.

(રાજભવનમાં સ્થાનિક આગેવાનો સાથે બેઠકો માટે સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે)

૮મી ઓક્ટોબર, રવિવાર

સવારે ૭-૪૫ કલાકે : રાજભવનથી સચિવાલય હેલિપેટ અને ત્યાંથી વડનગર જશે

સવારે ૮-૪૫ કલાકે : વિસનગર પાસેના ગુંજા ગામે હેલિપેડ ઉપર ઉતરાણ કરશે

સવારે ૮-૪૫ કલાકે : હેલિપેટથી ૪.૫ કિલોમીટર જમીનમાર્ગે વડનગર જવા રવાના

સવારે ૯- ૦૦ કલાકે : વડનગર પહોંચીને સીધા જ હાટકેશ્વર મહાદેવના દર્શને જશે.

સવારે ૯-૩૦ કલાકે : વડનગરમાં મેડિકલ કોલેજ, ર્શિમષ્ઠા તળાવ, કિલ્લો, લાયબ્રેરી જેવા અનેકવિધ પ્રોજેક્ટનું લોકાપર્ણ કરશે.

ત્યાંથી જ હિંમતનગર હોસ્પિટલનુ લોકાપર્ણ થશે.

સવારે ૧૦-૦૦ કલાકે : વતન વડનગરના નાગરિકો દ્વારા સન્માન સ્વિકાર અને સંબોધન.

બપોરે ૧૨-૩૦ કલાકે : વડનગરથી ગુંજા હેલિપેડથી સીધા જ ભરૂચ પહોંચવા ઉડ્ડયન.

બપોરે ૧- ૩૦ કલાકે : ભરૂચમાં રૂ.૪,૩૩૭ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજનું ખાતમુર્હત.

બપોરે ૧-૪૫ કલાકે : ઉધનાથી જયનગર- વિહારને જોડતી અત્યોદય એક્સપ્રેસનું પ્રસ્થાન અને ત્યારબાદ સ્થાનિક નાગરિકોને સંબોધન

બપોરે ૩-૫૦ કલાકે : ભરૂચથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ પહોંચવા રવાના થશે.

સાંજે ૪-૪૫ કલાકે : વડોદરાથી પરત દિલ્હી જવા રવાના થશે.

(નોંધ: ઉપરોક્ત શિડયુલમાં છેલ્લીઘડીએ ફેરફાર થઈ શકે છે)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર