PM મોદીએ ભાવનગરમાં સર્વોત્તમ ડેરીનું કર્યુ લોકાર્પણ

Oct 22, 2017 11:35 AM IST | Updated on: Oct 22, 2017 12:33 PM IST

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી મોદી ભાવનગર આવી પહોચ્યા છે. અહીં ભાવનગરનાં ઘોઘામાં તેઓ છે. અને ટૂંક સમયમાં જ તેઓ ઘોઘા-દહેજ ફેરીનું લોકાર્પણ કરશે અને ઘોઘાથી દહેજ સુધીની જળમાર્ગીય મુસાફરી કરશે, બાદમાં દહેજથી તેઓ વડોદરા જશે, જ્યાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમનાં હસ્તે કરવામાં આવશે.

310 કિમીનું અંતર ઘટીને માત્ર 31 કિમી થશે

PM મોદીએ ભાવનગરમાં સર્વોત્તમ ડેરીનું કર્યુ લોકાર્પણ

ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે.  ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે, જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે, આમ સમયની બચત પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે, સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર