Playboy નાં ફાઉન્ડર હ્યૂ હેફનરનું નિધન, ઘણાં દિવસોથી હતા બીમાર

Sep 28, 2017 11:57 AM IST | Updated on: Sep 28, 2017 11:57 AM IST

પ્રખ્યાત એડલ્ટ મેગેઝિન પ્લેબોયનાં સંસ્થાપક હ્યૂ હેફનર હવે આ દુનિયામાં નથી રહ્યાં. બુધવારે મોડી રાત્રે અમેરિકામાં તેમનું નિધન થઇ ગયુ છે. હ્યૂની ઉંમર91 વર્ષ હતી. પ્લેબોય એન્ટરપ્રાઇઝીસે આ સમાચારની પુષ્ટિ કરી છે.

હેફનરને 'હેફ'નાં નામથી પણ ઓળખવામાં આવે છે. ગત કેટલાંક દિવસોથી બીમાર હોવાને કારણે તેઓ લાઇમલાઇટથી દૂર હતા. ઓગષ્ટમાં જ 'પ્લેબોય'નાં વાર્ષિક પ્રોગ્રામમાં પણ તે નહોતા આવ્યાં. રેડ સ્મોકિંગ જેકેટ અને મોમાં પાઇપ હેફનરની ઓળખ હતી.

Playboy નાં ફાઉન્ડર હ્યૂ હેફનરનું નિધન, ઘણાં દિવસોથી હતા બીમાર

હ્યૂ હેફનર વીશે જાણવા જેવું

-હ્યૂ એ હેફનરનો જન્મ શિકાગોમાં થયો હતો.

-તેમનાં પિતા એક સ્કૂલમાં શિક્ષક હતા.

-હાઇ સ્કૂલ બાદ હ્યૂએ ક્લાર્કનાં રૂપમાં આર્મી જોઇન કરી હતી.

-હ્યૂ એક્સવોર મેગેઝીનમાં કોપી રાઇટર હતા.

-જે બાદ તેમણે પ્લેબોય એન્ટરપ્રાઇઝસ શરૂ કરી.

-હવે તો પ્લેબોયનું ટીવી નેટવર્ક, વેબસાઇટ્સ, મોબાઇ પ્લેટફર્મન્સ અને રેડિયો પણ છે.

-હ્યૂ એડલ્ટ કન્ટેનનાં શોખીન હતા. તેઓ એડલ્ટ કન્ટેનનાં શોખીનો સુધી તેને પહોચાડવા ઇચ્છતા હતા

-વર્ષ 1953માં તેમણે પ્લેબોય મેગેઝિન લોન્ચ કરી અને સાત વર્ષ બાદ તેમણે પ્લેબોય ક્લબની શરૂઆત કરી

-કહેવાય છે કે, હેફનર બર્ટન બ્રાઉનનાં ગેસલાઇટ ક્લબથી પ્રભાવિત હતા, જે બાદ તેમણે તેની શરૂઆત કરી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર