પેટ્રોલ-ડિઝલ થયુ 2 રૂપિયા સસ્તુ, સરકારે ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી

Oct 04, 2017 11:37 AM IST | Updated on: Oct 04, 2017 11:37 AM IST

પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણા ખાતાએ પેટ્રોલ અને ડિઝલ બંનેની બેઝિક એક્સાઇઝ ડ્યુટીમાં બે રૂપિયાનો પ્રતિ લીટરે ઘટાડો કર્યો છે. આ નવો દર મંગળવારે મધરાત્રીથી એટલે કે 4 ઓક્ટોબરથી લાગુ થઇ ગયો છે.

એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડા બાદ દિલ્લીમાં પેટ્રોલ 68.83 અને ડિઝલ 57.07 રૂપિયે પ્રતિ લીટર થઇ જશે. નાણા મંત્રાલય દ્વારા ટ્વિટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. ટ્વિટમાં લખ્યું છે કે કેન્દ્ર સરકારે આ નિર્ણય સામાન્ય માણસોનાં હિતને ધ્યાનમાં રાખીને લીધો છે.

પેટ્રોલ-ડિઝલ થયુ 2 રૂપિયા સસ્તુ, સરકારે ઘટાડી એક્સાઇઝ ડ્યૂટી

એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડાનો લાભ સીધો વેપારીઓને નહીં મળે. પણ તેનાંથી ઓઇલ કંપનીઓનાં મૂલ્યમાં ઘટાડો થશે. જેનો લાભ તેઓ ઓઇલની કિંમતમાં ઘટાડો કરીને વેપારીને આપે છે.

સુચવેલા સમાચાર