પન્નીરસેલ્વમ એઆઇડીએમકેમાંથી બરતરફ, શશિકલા જુથ એકશનમાં, ઇ પલાનીસામીને ચૂંટ્યા નેતા

Feb 14, 2017 01:04 PM IST | Updated on: Feb 14, 2017 02:47 PM IST

નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપતાં મુખ્યમંત્રી બનવાનું શશિકલાનું સપનું રોળાયું છે તો બીજી તરફ શશિકલા જુથ પણ એક્શનમાં આવ્યું છે અને પન્નીરસેલ્વમ સામે નિશાન તકાયું છે. પન્નીરસેલ્વમને એઆઇડીએમકેમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી તરફ ઇ પલાનીસામીને ધારાસભ્ય દળને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

વાંચો: શશિકલા છ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે

સુપ્રીમ કોર્ટ દ્વારા આજે શશિકલાને આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના જુના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને ચાર વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ શશિકલાનું તામિલનાડુના મુખ્યમંત્રી બનવાનું સપનુ રોળાયું છે.

આ સંજોગોમાં પન્નીરસેલ્વમ જુથમાં ઉત્સાહમાં આવ્યું હતું પરંતુ આ ઉત્સાહ ગણતરીની મિનિટોમાં ઠંડો પડી ગયો છે. શશિકલાનું જુથ એકશનમાં આવ્યું છે અને પન્નીરસેલ્વમને એઆઇડીએમકેમાંથી બરતરફ કર્યા છે.

સુચવેલા સમાચાર