પોલીસ રિમાંડમાં ભાંગી પડી હનીપ્રીત, પંચકુલા હિંસામાં કાવતરાની કરી કબૂલાત

Oct 11, 2017 01:37 PM IST | Updated on: Oct 11, 2017 01:37 PM IST

25 ઓગષ્ટનાં રામ રહીમને સજા સંભળાવ્યા બાદ પંચકૂલામાં થયેલી હિંસા પાછળ તેની ચેલી હનીપ્રીતનો હતો હાથ. પોલીસ સુત્રોની માનીયે તો, હનીપ્રીતે તેનો ગુનો કબુલ કરી લીધો છે. તેણે પોલીસ સર્ચમાં માની લીધુ છે કે તે પંચકુલા હિંસામાં સામેલ હતી.

તો હનીપ્રીતનાં ડ્રાઇવર રાકેશે પોલીસ તપાસમાં જણાવ્યું કે પંચકુલ રમખાણમાં હનીપ્રીત જ માસ્ટરમાઇન્ડ હતી. એટલું જ નહીં રમખાણનું ષડયંત્ર રચવા અને તેને અંજામ સુધી પહોંચાડવા પાછળ હનીપ્રીતનો હાથ હતો.

પોલીસ રિમાંડમાં ભાંગી પડી હનીપ્રીત, પંચકુલા હિંસામાં કાવતરાની કરી કબૂલાત

રાકેશે જણાવ્યું કે, હિંસા કરવાની છે, ક્યાંથી એન્ટ્રી થશે તે માટે એક નક્શો બનાવવામાં આવ્યો હતો. પંચકુલામાં રમખાણ ભડકાવવા માટે એક વીડિયો પણ વાઇરલ કરવામાં આવ્યો હતો. જે ફોનથી વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો તે ફોન યુપીનાં બિજનોરમાં છે.

હનીપ્રીતનાં મંગળવારે છ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ પંચકૂલા કોર્ટમાં તેની પેશી થઇ હતી કોર્ટે તેને ફરી ત્રણ દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલી હતી.

લેપટોપ, મોબાઇલની જપ્તી અને 25 ઓગષ્ટની હિંસામાં શામેલ અન્ય આરોપીઓની તપાસ કરવા માટે પોલીસને વધુ સમય આપવામાં આવ્યો છે હનીપ્રીતને મંગળવારે બપોર બાદ ચાર વાગે કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. બચાવ પક્ષનાં વકિલ SK ગર્ગનું કહેવું છે કે, પોલીસે નવ દિવસનાં રિમાન્ડ માગ્યા હતા જેનો અમે વિરોધ કર્યો હતો અને બાદમાં ત્રણ જ દિવસનાં રિમાંડ કોર્ટે આપ્યા હતા.

સુચવેલા સમાચાર