જ્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન લેડિઝ ટોયલેટમાં ઘુસી ગયા રાહુલ ગાંધી!

Oct 12, 2017 12:04 PM IST | Updated on: Oct 12, 2017 12:04 PM IST

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 9થી 11 ઓક્ટોબર સુધી ગુજરાત પ્રવાસ પર હતાં. બુધવારે છોટા ઉદયપુરમાં રાહુલ 'સંવાદ' કાર્યક્રમ હેઠળ યુવાઓ સાથે ચર્ચા કરી હતી. પણ આ દરમિયાન તેઓ એક સમયે શરમજનક પરિસ્થિતિમાં મુકાઇ ગયા હતાં.

ખરેખરમાં કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીને ટોયલેટ જવું હતું. પણ તે ભૂલથી લેડિઝ ટોયલેટમાં જતા રહ્યાં હતાં. જોકે તેમને તુરંત જ તેમની ભૂલનો અહેસાસ થયો હતો. અને તેઓ ગણતરીની સેકેન્ડમાં પરત આવી ગયા હતાં.

જ્યારે ગુજરાત પ્રવાસ દરમિયાન લેડિઝ ટોયલેટમાં ઘુસી ગયા રાહુલ ગાંધી!

કાર્યક્રમ બાદ રાહુલ ગાંધી ટાઉન હોલથી બહાર આવ્યા ત્યારે તેમને ફ્રેશ થવા જવું હતું. આ સમયે ત્યાં ટોયલેટ્સનાં દરવાજા પર એક તરફ ગજરાતીમાં મહિલાઓ માટે શૌચાલય લખ્યુ હતું.

જ્યારે બીજી તરફ પુરૂષોનાં ટોયલેટ્સ હતાં. બંન ટોયલેટ્સમાં જેન્ટ્સ અને લેડિઝની કોઇ સાઇન ન હતી. રાહુલ ગાંઘી ગુજરાતી ન જાણતા હોવાથી તેમનાંથી આ ભૂલ થઇ ગઇ હતી.

RAHUL-GANDHI-2

RAHUL-GANDHI-2-1

આ સમયે ત્યાં ઉભેલાં કેટલાંક લોકોએ તેમનાં ફોટા પાડી લીધા હતાં. આ ઘટનાથી રાહુલ ગાંધી થોડા અસહજ થઇ ગયા હતાં. હાલમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર