ઓડિશાઃ બદમાશોએ ગર્લ સ્ટુડન્ટને ક્લાસરૂમમાં કપડાં ઉતારવાની ફરજ પાડી

Nov 15, 2017 05:07 PM IST | Updated on: Nov 15, 2017 05:08 PM IST

ભુવનેશ્વરઃ ઓડિશામાં એક શરમજનક મામલો સામે આવ્યો છે. અહીંની એક સ્કૂલગર્લને ક્લાસરૂમમાં જ નિર્વસ્ત્ર કરાવામાં આવી હતી, તેમજ તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. સ્ટુડન્ટની મદદે આવેલી ટિચરને પણ છરી બતાવીને નુકશાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો આ વીડિયો 7 નવેમ્બરના રોજ ઉતારવામાં આવ્યો હતો.

પોલીસે શરૂ કરી તપાસ

ઓડિશાઃ બદમાશોએ ગર્લ સ્ટુડન્ટને ક્લાસરૂમમાં કપડાં ઉતારવાની ફરજ પાડી

એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છોકરીને નિર્વસ્ત્ર થવાની ફરજ પાડનાર ત્રણેય આ જ સ્કૂલના સ્ટુડન્ટ છે. પોલીસે હાલમાં ત્રણેયની અટકાયત કરી છે. કિશોરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, 'ટિચરે મને કપડાં ઉતારવાની ના કહેતા તે લોકોએ જાતે જ મારા કપડાં ઉતારી નાખ્યા હતા અને મારા પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ કરી હતી.' ઘટનાની તપાસ માટે પોલીસની એક ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે.

ભુવનેશ્વરમાં બન્યો આવો જ બનાવ

ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં પણ ગઈકાલે આવો જ બનાવ બન્યો હતો. અહીંના એક પબ્લિક પાર્કમાં એક સ્ટુડન્ટને કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી. ત્રણ યુવકો આ ઘટનાનો વીડિયો ઉતારી રહ્યા હતા. સ્ટુડન્ટ તેના બોયફ્રેન્ડ સાથે પાર્કમાં આવી હતી. પોલીસે આ ઘટનામાં હજી સુધી કોઈ ફરિયાદ દાખલ નથી કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય શંકમંદો તેના ક્લાસમેટ જ છે. ભોગ બનનાર યુવતી અને વીડિયો ઉતારનાર ત્રણેય લોકો ભુવનેશ્વરની વિખ્યાત ખાનગી એન્જીનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ છે.

સુચવેલા સમાચાર