વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન પદેથી દૂર

Apr 03, 2015 09:29 AM IST | Updated on: May 08, 2015 06:53 PM IST

સહકારી ક્ષેત્રે વિવાદનો પર્યાય બની ગયેલા દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીને ફરી એકવાર દૂધ સાગર ડેરીનું ચેરમેન પદ ગુમાવવું પડ્યું છે. સુપ્રિમ કોર્ટના આદેશાનુસાર એમણે ચેરમેન તરીકેનો પોતાનો ચાર્જ છોડ્યો છે અને ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સુપ્રત કર્યો છે.

મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (દૂધ સાગર ડેરી)ના ચેરમેન વિપુલ ચૌધરીને મહારાષ્ટ્રને રૂ.22 કરોડના દાણ આપવા સહિતના મામલે મોટો ફટકો પડ્યો હતો. આ વિવાદને પગલે ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના ચેરમેન પદેથી દુર થવું પડ્યું હતું.

વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન પદેથી દૂર

હાલમાં દૂધ સાગર ડેરીમાં રૂ.1200 કરોડના કથિત ભ્રષ્ટાચારના મામલે ડેરી નિયામક મંડળમાં ચેરમેન પદ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યના સહકાર વિભાગના રજીસ્ટ્રારે આપેલા આદેશ મુજબ એમને હોદ્દા પરથી દુર કરવાના મામલે સુપ્રિમ કોર્ટે આપેલા આદેશાનુસાર ચેરમેન પદ છોડ્યું છે. ડેરીના વાઇસ ચેરમેન જલાબેન દેસાઇને ચેરમેનનો ચાર્જ સુપ્રત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દૂર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર