વડાવલી જૂથ અથડામણઃ૩૧ નામજોગ સહીત ૧૫૦ના ટોળા સામે ફરિયાદ

Mar 26, 2017 04:21 PM IST | Updated on: Mar 26, 2017 04:21 PM IST

પાટણઃજિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે ગતરોજ  બપોરના સમયે પરીક્ષા કેન્દ્રમાં ચાલી રહેલ પરીક્ષા દરમ્યાન વડાવલી ગામના અને સુણસર ગામના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી અને તે મારામારી બાદ વિદ્યાર્થીઓનો ઝઘડો વાલીઓ સુધી પહોચ્યો હતો.

સુણસર ગામ સહીત અન્ય આસપાસના ગામના લોકો ટોળા સ્વરૂપે વડાવલી ગામે આવી પહોચ્યા હતા અને  બન્ને જૂથ સામસામે આવી જવા પામ્યા  હતા જેમાં મારમારી બાદ આ જૂથ અથડામણ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેમાં એક જુથે વડાવલી ગામના આખા પરાને આગ ચાંપી દીધી હતી. જેમાં ૧૫ જેટલા ઘર સહિત અન્ય ૬૬ જેટલા મકાનોમાં તોડફોડ કરી ઘર વખરી સહીત ઘર માં રહેલ સોના ચાંદીના દાગીનાની લુંટ ચલાવી હતી. તો ૩૦ જેટલા  નાના મોટા વાહનોને પણ સળગાવી દીધા હતા અને સમગ્ર પરા ને સ્મશાન ઘાટ બનાવી દીધું હતું.

વડાવલી જૂથ અથડામણઃ૩૧ નામજોગ સહીત ૧૫૦ના ટોળા સામે ફરિયાદ

તો જૂથ  અથડામણમાં એક વ્યક્તિ નું મોત નીપજવા પામ્યું છે અને ૫ થી વધુ લોકો ને ગંભીર ઈજાઓ પોહ્ચવા પામી છે તો એક અતિશય ગંભીર હાલત માં હોઈ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ત્યારે આ બાબત ની જાણ પોલીસ ને જાણ થતા પોલીસ ગામ માં પોહ્ચતા ની સાથે પરિસ્થિતિ ને કાબુ માં લેવા દસ જેટલા હવા મા ફાયરીંગ અને ૧૦ જેટલા ટીયર ગેસ છોડી પરિસ્થિતિ ને કાબુ માં લીધી છે અને સમગ્ર ગામમાં  પાટણ ,બનાસકાંઠા મહેસાણા સહીત સાબરકાંઠા  જીલ્લાની પોલીસ નો કાફલો ખડકી દીધો છે અને હાલમાં સમગ્ર ગામમાં કર્ફ્યું જેવો માહોલ સર્જાવા પામ્યો ત્યારે વડાવલી ગામ થયેલ સમગ્ર બનવાની બે ક્રોસ ફરિયાદ નોધાવા પામી છે.

જેમાં ૩૧ જેટલા નામજોગ વ્યક્તિઓ સહીત ૧૫૦ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ થવા પામી છે અને ફરિયાદ માં દાખલ થયેલ તમામ ઈસમોની ધરપકડ કરવા પોલીસે આસપાસના ગામોમાં સર્ચ તપાસ હાથ ધરી છે. તો આ જૂથ અથડામણમાં મુત્યુ પામેલ ઇસમની અંતિમ વિધિ સમયે પણ વડાવલી ગામના જૂથ દ્વારા જ્યાં સુધી આરોપીઓની પોલીસ અટકાયત નહિ કરે અને તેમને ન્યાય નહિ મળે ત્યાં સુધી મુતક ની અંતિમ વિધિ કરવાનો ઇનકાર કર્યો હતો ત્યારે પોલીસ દ્વારા સમજાવતા અંતે ઇસમ ની અંતિમ વિધિ કરાઈ હતી અને સમગ્ર વડાવલી ગામ તેની અંતિમ વિધિમાં જોડાયો હતો.

તો હાલમાં ગામમાં કોઈ ઉગ્ર બનાવ ના બને તે માટે  ગાંધીનગર રેન્જ આઈ જી , પાટણ એસ પી  ,એ એસ પી ૧૫ પી આઈ ૧૦ પીએસ આઈ ૫૦૦ પોલીસ જવાનો સાથે 2 સી આર એફ ની ટુકડીઓ ગામ માં તેનાત કરી દેવામાં આવી છે અને હાલ માં સમગ્ર માહોલ શાંતિ પૂર્ણ જોવા મળી રહ્યો છે અને જૂથ અથડામણ માં નુકશાન થયેલ તમામ મુદામાલ ની વહીવટી તંત્ર દ્વારા નોધણી શરુ કરવામાં આવી રહી છે.

સુચવેલા સમાચાર