ઉતરાર્ધ મહોત્સવઃવિશ્વ વિખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર જગમઠી ઉઠ્યું

Jan 29, 2017 05:57 PM IST | Updated on: Jan 29, 2017 05:57 PM IST

મહેસાણા:મહેસાણા જીલ્લામાં આવેલ મોઢેરાનું સુર્ય મંદિરે ઉતરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. ગઇકાલે રોશનીથી મંદિર જગમગી ઉઠ્યું હતું. ઐતિહાસિક સૂર્યમંદિરમાં ઉતરાયણ બાદ પરંપરાગત રીતે ઉતરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ભરતનાટ્યમ, કુચીપુડી,ઓડીસી સહીતની નૃત્યપ્રણાલી રજુ કરાઈ હતી.

મહોત્સવને લઇ બે દિવસ માટે મંદિરને સુસજ્જ રીતે સજાવી ખુલ્લું મુકાયું છે.આ પ્રસંગે રમત ગમત મંત્રીએ હાજરી આપી ઉદ્ઘાટન કરી નૃત્યાગનોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મહેસાણાના મોઢેરામાં અમદાવાદ બોમ્બે સહિતના અન્ય પ્રાંતો માંથી આવેલા કલાકારો ધવારા સંગીત અને નૃત્ય તો સાથો સાથ મોઢેરાના સૂર્યમંદિરની સંસ્કૃતિના સમન્વયથી પોતાની સતેજ પર રજુઆતો કરાતા અતિ ઢંડીમાં પણ આવેલા દર્શકોને કાર્યક્રમમાં મંત્ર મુગ્ધ કરી દીધા હતા.

ઉતરાર્ધ મહોત્સવઃવિશ્વ વિખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર જગમઠી ઉઠ્યું

 

સુચવેલા સમાચાર