સુરત બાદ મહેસાણા-પાટણમાં પણ ઇમરજન્સી પર બ્રેક,દર્દીઓને હાલાકી

May 27, 2017 12:31 PM IST | Updated on: May 27, 2017 12:35 PM IST

સુરતમાં આજે 108ના કર્મીઓની હડતાળનો ત્રીજો દિવસ છે. તો બીજી તરફ મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ 108ના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓની મુશ્કેલીઓ વધી છે. મહેસાણામાં 108ના 75 જેટલા કર્મીઓ વિવિધ માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. હેરાનગતિ અને શોષણ થતું હોવાની રાવ ઉઠવા પામી છે.વેતનમાં વધારો કરવા અધિકારીઓની માંગ છે.માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હડતાળની ચિમકી ઉચ્ચારી છે.જિલ્લામાં હાલ 108ની ઈમર્જન્સી સેવાઓ ખોરવાઈ છે. પાટણમાં પણ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

સુરતમાં 108ના કર્મચારીઓની હડતાળનો ત્રીજો દિવસ છે.24 કલાકમાં માંગણી નહીં સ્વીકારાય તો ભૂખ હડતાળનું એલાન કરશે.અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળનું એલાન કરશે.સુરત ખાતે 108 ધરણા ની ભારે અસર જોવા મળી રહી છે. સતત આજે 3 દિવસ પણ સુરત ના મજુરાગેટ ગેટ વિસ્તાર નજીક આવેલી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાત 108 એમ્બ્યુલન્સ કર્મચારી દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઇ હમારી માંગે પુરી કરો ના બેનરો લઇ ધરણા યોજ્યા હતા.

સુરત બાદ મહેસાણા-પાટણમાં પણ ઇમરજન્સી પર બ્રેક,દર્દીઓને હાલાકી

સમગ્ર ગુજરાત માં gvk emri કંપની દ્વારા ૧૦૮ ના કર્મચારીઓ નું શોષણ કરવામાં આવતું હોઈ તેમજ કોઈ પણ ગુના વગર નોકરી માંથી છુટા કરી દેતા તેના વિરોધમાં  રાજ્યના અનેક જિલ્લાના ૧૦૮ ના  કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે સવાર થી જ પાટણ જીલ્લા ની ૧૪ emri ૧૦૮ ના ૭૫ જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી gvk emri કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વર્ગ ૩ કર્મચારી માં સમાવેશ સહીત સમાન વેતન સમાન હક્ક સહીત કર્મચારીઓ ને કરવામાં આવતી હેરાનગતિ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર