મોડાસાની શીણાવાડ દેના બેંકને ગ્રાહકો દ્વારા કરાઈ તાળાબંધી

Jan 11, 2017 08:40 PM IST | Updated on: Jan 11, 2017 08:40 PM IST

મોડાસાઃ અરવલ્લીના મોડાસાની શીણાવાડ દેના બેંકને ગ્રાહકો દ્વારા તાળાબંધી કરાઇ હતી. 40 દિવસથી દૂધ ઉત્પાદકોને નાણાં નહીં મળતાં હોબાળો મચ્યો હતો.બેંક વહીવટદારો દ્વારા અન્યાય થતો હોવાનો આક્ષેપ કર્યો છે. પશુપાલકોને નાણાં નહીં ચુકવાય ત્યાં સુધી હોબાળો ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે.

મોડાસાની શીણાવાડ દેના બેંકને ગ્રાહકો દ્વારા કરાઈ તાળાબંધી

નોધનીય છે કે, નોટબંધીના 50 દિવસ પછી પણ સ્થીતી સામાન્ય હજુ સુધી થઇ નથી.ત્યારે ખેડૂતો અને પશુપાલકોની હાલાકી હજુ પણ ઓછી થતી નથી.

નોટબંધી બાદ બે મહિના થવા આવ્યા હોવા છતાં હજુ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ યથાવત જ જોવા મળી રહી છે. બેંકો અને એટીએમમાં પુરતા પૈસા ના મળતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર