ડેન્ટલ છાત્રોને 8કલાકનું રૂ.65 જ સ્ટાઇપેન્ડ,વિદ્યાર્થીઓની હડતાળ

Mar 01, 2017 01:48 PM IST | Updated on: Mar 01, 2017 01:48 PM IST

પાટણઃ સિદ્ધપુર ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડના મુદ્દે 100થી વધુ વિદ્યાર્થીઓની હડતાળ યથાવત છે.દિવસમાં 8 કલાક કામ માટે રૂ.65 જ સ્ટાઇપેન્ડ અપાય છે.માસિક 9500ને બદલે 2000 ચુકવાતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે. કોલેજના ડીન ધર્મેન્દ્ર શાહે આ મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું.આ મામલે ઉપર રજૂઆત કરવાનું કહ્યું હતું.

ડેન્ટલ છાત્રોને 8કલાકનું રૂ.65 જ સ્ટાઇપેન્ડ,વિદ્યાર્થીઓની હડતાળ

જો કે ડેન્ટલ છાત્રોમાં ભારે રોષની લાગણી જોવા મળતી હતી. ત્યારે છાત્રો ડોક્ટરો છીએ નોકર નહી તેમજ હકનું માગીએ છીએ હરામનું નહી તેવા બેનરો સાથે આજે હડતાળ ઉગ્ર બનાવી છે.

સુચવેલા સમાચાર