શામળાજીઃચેકપોસ્ટ પર 24 કલાકમાં બે વખત હુમલાથી ભયનો માહોલ

Apr 18, 2017 01:49 PM IST | Updated on: Apr 18, 2017 03:46 PM IST

ગુજરાત રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી આરટીઓ ચેકપોષ્ટ પર અસામાજિક તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવતા ભયનો માહોલ છવાયો છે. વાહન વ્યવહાર મંત્રી, કમિશ્નર પોલીસ સહીતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો છે. શામળાજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી 4 આરોપીની ધરપકડ કરી કુલ 50 સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

ભારત દેશની પ્રથમ ડિજિટલ અને રાજ્યની સૌથી વધુ આવક ધરાવતી શામળાજી આરટીઓ ચેક પોસ્ટ કોઈને કોઈ રીતે વિવાદ માં રહેછે. ગત રાત્રીના રોજ આરટીઓ ચેક પોસ્ટ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા તલવાર ખંજર લાકડીઓ લઇ ચેક પોસ્ટ ને બાન માં લઇ ધમાલ માચાવવા માં આવી હતી અને ચેક પોસ્ટ પર ભારે તોડફોડ મચાવી હતી. ફરજ પરના અધિકારીઓ સમગ્ર ઘટના થી ડઘાઈ ને પોતાની કચેરી માંજ પુરાઈ રહ્યા હતા. વહેલી સવારે આરટીઓ અધિકારીઓ એ સીસીટીવી ફૂટેજ લઇ ગાંધીનગર વાહનવ્યવહાર કમિશ્નર અને મંત્રી વલ્લભ કાકાળિયાને સમગ્ર હકીકત ની જાણ કરી હતી.

જેથી ઘટના ને પારખી જતા અધિકારીઓ અને મંત્રી વલ્લભ કાકાળિયા સફાળા શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર ધસી આવ્યા હતા અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા અને શામળાજી પીએસઆઇ ને સમગ્ર ઘટના અંગે જાણ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી અને મંત્રી વલ્લભ કાકાળિયા એ જણાવ્યું હતું કે ચેકપોષ્ટ પર આતંક મચાવનાર અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી છોડવા માં નહિ આવે હાલ તો ચેકપોષ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે.

ગુજરાત ની તમામ ચેકપોસ્ટો માં વધુ આવક ધરાવતી શામળાજી આરટીઓ ચેકપોસ્ટ ફોલ્ડર રાજ દ્વારા ભ્રષ્ટચાર માટે પણ એટલીજ પ્રખ્યાત છે ભૂતકાળ માં પણ ઘણી વખત ફોલ્ડરો દ્વારા તોડફોડ મચાવી ધાંધલ ધમાલ ની ઘટનાઓ બનવા પામી છે અને અંતે અધિકારીઓ અને ફોલ્ડરો ની મિલી ભગત ને કારણે સમાધાન કરી ફરિયાદો કરવાનું પણ ટાળવામાં આવ્યું છે ત્યારે આ ચેકપોષ્ટ ડિજિટલ કર્યા પછી અધિક્કારીઓ અને ફોલ્ડરો ને મળતી મલાઈ બંધ થઇ જેથી સ્વાભાવિક છે કે અધિકારીઓ અને ફોલ્ડરો ને આવક બંધ થવા ને કારણે ગુસ્સો આવે શામળાજી આરટીઓ ચેકપોષ્ટ પાર કેટલાય અધિકારીઓ સસ્પેન્ડ પણ થયેલા છે ત્યારે આજે ચેકપોષ્ટ પર જીવલેણ હુમલો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે.

ઘટના ને આટલો સમય વીતી ગયો છે વાહનવ્યવહાર મંત્રી પોતે ઘટના અંગે નિરીક્ષણ કરી ગયા છે છતાં પોલીસ ફરિયાદ કરવામાં અધિકારીઓ ઠાગા ઠૈયા કરવા લાગ્યા છે ઘટના ના સીસીટીવી ફૂટેજ છે અને મીડિયા ને આપવા મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે છતાં અધિકારીઓ અને પોલીસ ની મિલી ભગત ને કારણે મીડિયા ને સીસીટીવી આપવા માટે ઇન્કાર કરી રહ્યા છે ત્યારે સમગ્ર ઘટના પાછળ ઢાંક પીછોડો કરવા માંગતા હોય એમ સ્પષ્ટ જણાઈ આવેછે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર