વિસનગરઃસોનાના હોલસેલર વેપારી પર આઇટીનું સર્ચ

Jan 24, 2017 04:26 PM IST | Updated on: Jan 24, 2017 04:26 PM IST

વિસનગરઃ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે સવારથી આઇટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં મહેસાણા જિલ્લાને પણ આવરી લેવામાં આવ્યો છે. મહેસાણાના વિસનગરમાં આજે સવારથી સોનાના હોલસેલના વેપારીને ત્યાં આઇટીની તપાસ શરૂ કરાઇ છે.

વહેલી સવાર થી બે ખાનગી વાહનો અને SRP બંદોબસ્ત સાથે વિસનગરમાં આવી પહોચેલ અધિકારીઓ દ્વારા ત્રણ ટાવર અંદર આવેલા સોનાના હોલસેલરની  શ્રીજી બુલિયન નામની પેઢી પર પહોચી વિવિધ દસ્તાવેજ સહીત ઓફીસમાં રહેલ અન્ય લેપટોપ , કોમ્પ્યુટર સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની તપાસ હાથ ધરી છે.નોધનીય છે સુત્રો ના જણાવ્યા પ્રમાણે આ ઇન્કમટેક્ષ ખાતાના અધિકારીઓ ધ્વારા દરોડા કરાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

વિસનગરઃસોનાના હોલસેલર વેપારી પર આઇટીનું સર્ચ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર