બેનામી સામ્રાજ્યઃસાધ્વી પાસે 1.25 કરોડ રોકડા,2.5કિલો સોનું મળ્યું

Jan 27, 2017 01:11 PM IST | Updated on: Jan 27, 2017 02:58 PM IST

પાલનપુરઃબનાસકાંઠા જીલ્લાના વડગામ નજીક આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વીજી સામે 5 કરોડની છેતરપીંડીની ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાધ્વીનું બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ થયો છે.સાધ્વીજી જયશ્રીગીરીની ધરપકડ કરાઇ છે.

sadhvi palanpur

થોડા દિવસ પહેલા જ મુક્તેશ્વર મઠના સાધ્વી ડાયરામાં 2000ની નોટો ઉડાવતા કેમેરામાં કેદ થયા હતા. ડાયરામાં રૂપિયા ઉડાવવાને લઈને તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા. ફરી વાર તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તેઓ ચર્ચામાં આવ્યા છે. એક વેપારીએ સાધ્વીજી સામે 5 કરોડનુ સોનુ ખરીદીને રૂપિયા નહીં આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ સાધ્વીજી પર વોચ રાખી રહી હતી. અને સાધ્વીજી આવતા જ તેમની અટકાયત કરવામાં આવી છે તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના દરોડામાં મકાનમાંથી 1.25કરોડની રોકડ મળી છે.24 સોનાના બિસ્કીટ પણ મળ્યા છે.કુલ 2.4કિલો સોનું પકડાયું છે.સાધ્વી જયશ્રીગીરી સામે વધુ એક ફરિયાદ થઇ છે. દારૂના નવા કાયદા પ્રમાણે ફરિયાદ નોધાઇ છે. આમ સાધ્વી સામે બે કેસ નોધાયા છે.

પોલીસે  મુક્તેશ્વર મઠ અને સાધ્વી જયશ્રી ગીરી ના મકાનમાં રેડ કરી હતી. પોલીસની રેડમાં હાલ માં સાધ્વી સામે કેટલાક શંકાસ્પદ દસ્તાવેજ સહિત નો માલ સમાન કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે. જો કે સાઘ્વી જયશ્રી ગિરી ના પાલનપુરના ગૌરી પાર્ક ના મકાનમાં પણ પોલીસનું સર્ચ ઓપરેશન હોવાને પગલે મોટી સંખ્યામાં પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.આ અગાઉ પણ જયશ્રી ગિરી ના મુક્તેશ્વર મઠ માં યોજાયેલા ડાયરામાં 2000 ની નોટ ઉછળવાના મામલે ભારે ચર્ચામાં આવ્યા હતા.હાલ માં પોલીસે મઠ અને મકાન બંને માં એકસાથે રેડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

સુચવેલા સમાચાર