પતિ સાથે હતો અણગમો,પરણિતાને લાલચ આપી નરાધમે આચર્યુ દુષ્કર્મ

Mar 15, 2017 05:23 PM IST | Updated on: Mar 15, 2017 05:23 PM IST

મહેસાણા : મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાં ફરી મહિલા પર અત્યાચાર અને દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં પરિવારની મહિલાનો પતિ સાથેના અણગમાનો ફાયદો ઉઠાવી પરણિતાને શિકાર બનાવી હવસ સંતોષવામાં આવી છે.પરણીતાને બીજા લગ્નની લાલચ આપી સબંધી મહિલાએ અપહરણ કરાવી પીડિતાને ગોંધી રાખતા હવસખોર દ્વારા દુષ્કર્મ કરાયુ હોવાની ઘટનાને અંજામ આપ્યો છે.

પીડિતાએ વસઈ પોલીસ મથકે પોતાની દર્દભરી હકીકત જણાવતા પોલીસે હાલ તો મહેસાણાના ખારા મીઠાગામના દુષ્કર્મના મુખ્ય આરોપી ઝાલા ભાવુજી રણાજીની અટકાયત કરી છે અને ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે ફરાર ભોગ બનનારની સબંધી મહિલા કૈલાસબ સોનાજી (રહે.પિલુદ્રા,મહેસાણા) અને મદદગારી કરનાર ઠાકોર દિનેશ સેધાજી (રહે. મહેસાણા મગપરા)ની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પતિ સાથે હતો અણગમો,પરણિતાને લાલચ આપી નરાધમે આચર્યુ દુષ્કર્મ

મહેસાણાના વિજાપુર તાલુકાની યુવતીના એક લગ્ન થઇ ગયા હોવા છતાં સબંધી અન્ય મહિલાએ પરિણીતાને તેના પતી સાથે અણગમો હોવાની વાત કરી તેને અન્ય જગ્યાએ લગ્ન કરાવી દેવા લાલચ આપી હતી. ત્યાર બાદ ભોગ બનનાર પિડિત મહિલાને ઝાલા ભાવુજીએ ઉઠાવી જઈ સિદ્ધપુર અને મહેસાણા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ લઇ જઈ ગોંધી રાખી બળજબરી પૂર્વક તેની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર