પુરતા નાણા ન મળ્યા તો દૂધ ઉત્પાદકોએ કર્મચારીઓને બેંકમાં પુરી કરી તાળાબંધી

Jan 18, 2017 02:27 PM IST | Updated on: Jan 18, 2017 07:26 PM IST

મોડાસાઃઅરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે વહેલી સવારથી લાઈનમાં ઉભેલા દૂધ ઉત્પાદકોને રૂપિયા નહિ મળતા હોબાળો મચાવી સાબરકાંઠાબેંકની તાળાબંધી કરી હતી.મેઘરજના રેલ્લાવાડામાં આવેલી સાબરકાંઠાબેંકની શાખામાં આજુબાજુની ૨૦ દૂધ મંડળીઓના પગાર થાય છે.

કેશલેશ પદ્ધતિ અન્વયે દૂધ ઉત્પાદકોના પગાર હવે બેંકમાં થવાના કારણે દર દશ દીવસે દૂધ ઉત્પાદકોને બેંક આગળ લાંબી લાઈનો લગાવવી પડે છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાં આવેલી રેલ્લાવાડાની સાબરકાંઠા બેંકની શાખામાં દૂધ ઉત્પાદકોને પૂરતા નાણા નહિ મળતા આજરોજ બેંક આગળ હલ્લાબોલ કર્યો હતો અને બેંકને તાળા મારી બેંકના કર્મચારીઓને બેંકમાં જ પૂરી દીધા હતા.

જેના કારણે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે મામલાને થાળે પાડ્યો હતો પંરતુ સમગ્ર મામલે બેંક સત્તાધીશોનું વર્તન બરાબર નહિ રહેતા દૂધ ઉત્પાદકોમાં રોષ યથાવત છે નોટબંધીના બે માસ બાદ પણ પરિસ્થિતિ સાનુકુળ નહિ થતા લોકોના રોષ યથાવત છે.

સુચવેલા સમાચાર