હાર્દિક પટેલના ભવ્ય સ્વાગત માટે વિજાપુરના પાટીદારોની તડામાર તૈયારી

Jan 04, 2017 06:47 PM IST | Updated on: Jan 04, 2017 06:47 PM IST

અમદાવાદઃ આગામી 17મીએ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની ગુજરાતમાં વાપસી થવાની છે ત્યારે તેના સ્વાગત માટે પાસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિજાપુર અનામત આંદોલન સમિતિ દ્વારા પણ હાર્દિક પટેલના સ્વાગત માટે તૈયારીઓ આરંભી દેવાઇ છે. હાર્દિકના સ્વાગત માટે મોટીસંખ્યામાં પાટીદારોને ગામેગામથી એકઠા કરવા વિજાપુર અનામત આંદોલન સમિતિના કન્વીનર અભીક પટેલ સહિતની ટીમ દ્વારા પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

આ ઉપરાંત વિજાપુર તાલુકા પાટીદાર સમાજને ઓબીસી પંચ કે ઓબીસીમાં સમાવવા સારુ સમાજના ઠરાવ સાથે રજુાત કરવા બાબતે ચર્ચા કરાઇ હતી. પાટીદારોના શિક્ષીત બેરોજગાર યુવકોને રોજગારી મળી રહે તે માટે ચર્ચા વિચારણા પણ કરાઇ હતી.

હાર્દિક પટેલના ભવ્ય સ્વાગત માટે વિજાપુરના પાટીદારોની તડામાર તૈયારી

આ ઉપરાંત આવતીકાલે સાંજે 4 કલાકે 27 સમાજની વાડી રણછોડપુરા ખાતે જનરલ મીટીગનું આયોજન કરાયું છે. જેમાં મોટીસંખ્યામાં પાટીદારો જોડાશે તેવું અભિક પટેલે જણાવ્યું હતું. આ મીટિંગમાં દિનેશ બાંભણીયા, દિલિપ સાબવા પણ હાજર રહેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર