પાટણ પાસે દર્શનાર્થે જતા પરિવાર પર ફાયરિંગ,મહિનામાં ચોથો બનાવ

Mar 27, 2017 05:05 PM IST | Updated on: Mar 27, 2017 05:05 PM IST

પાટણઃઉત્તર ગુજરાતમાં પાટણ-ચાણસ્મા રોડ પર આજે બપોરના સુમારેદર્શન કરવા જતાં પરિવારની ગાડી પર ફાયરિંગની ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.એક મહિનામાં પાટણ જિલ્લામાં ફાયરિંગના 4 બનાવ બન્યા છે. ત્યારે ગુનેગારોને હવે પોલીસનો ખોફ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ પાટણથી જીતોડા મંદિરે પરિવાર દર્શન કરવા જતો હતો. હારીજના શખ્સો દ્વારા જૂની અદાવતને લઈને ફાયરિંગ કરાયું છે. ફાયરિંગ કરનાર શખ્સનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળે છે. પાટણ ASPએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

પાટણ પાસે દર્શનાર્થે જતા પરિવાર પર ફાયરિંગ,મહિનામાં ચોથો બનાવ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર