પાટણઃપ્રશ્નપત્ર વોટ્સએપ પર વાયરલ થતાં પ્રાથમિક શાળામાં પરીક્ષા રદ કરાઈ

Apr 19, 2017 05:19 PM IST | Updated on: Apr 19, 2017 05:19 PM IST

પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળામાં પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે આજે આ દરમિયાન પેપર ફુટી જતા તાબળતોબ આજની પરિક્ષા તંત્ર દ્વારા રદ કરવાનો નિર્ણય કરાયો છે.

પાટણઃપ્રશ્નપત્ર વોટ્સએપ પર વાયરલ થતાં પ્રાથમિક શાળામાં પરીક્ષા રદ કરાઈ

પાટણ જિલ્લામાં પ્રાથમિક શાળામાં પરીક્ષા શરૂ થઇ છે. ધોરણ 5-6-7નું પ્રશ્નપત્ર ફૂટતા આજની પરીક્ષા રદ કરાઈ હતી. ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર વોટ્સએપ પર વાયરલ થયું હતું. DPOએ તપાસ કરતા પ્રશ્નપત્ર સાચું નીકળતા નિર્ણય લેવાયો છે.પ્રશ્નપત્ર બાબતે જિલ્લા પરીક્ષા વિભાગે તપાસ હાથ ધરી છે.

પાટણ જીલ્લા માં કાર્યરત ખાનગી 22 પ્રાથમિક શાળામાં મહેસાણા જીલ્લા માધ્યમિક શાળા સંઘ દ્વારા પ્રશ્નપત્રો ફાળવામાં આવે છે અને તે પ્રશ્નોપત્રોને આધીન લેવામાં આવે છે. ધોરણ 6 થી 8 ની વાર્ષિક પરીક્ષાઓ ત્યારે ગત તારીખ ૧૪ એપ્રિલ ના રોજ શરુ થયેલ મેહસાણા જીલ્લા માધ્યમિક શાળા સંઘ ની શાળાઓમાં જે પ્રશ્નો પત્ર આપવામાં આવ્યા તે તમામ પ્રશ્નપત્રો પરીક્ષા પહેલા જ લીક થયા હોવાના પાટણ જીલ્લા અધિકારી ને મળી રહી છે.

સ્યોશ્યલ મીડિયા દ્વારા માહિતી પ્રશ્નપત્ર ફૂટ્યા છે અને વોટ્સ અપ માં વાઈરલ થતા ની સાથે ગત રાત્રી એ પાટણ પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને વોટ્સ અપ માં ધોરણ 6 નું ગુજરાતી પ્રશ્ન પત્ર કોઈ અજાણ્યા ઇસમેં મોકલ્યું હતું અને તેની ખાતરી કરવા આજરોજ તેઓ પરીક્ષા શરુ થાય તે પેહલા પરીક્ષા કેન્દ્રો પર પોહચી તપાસ કરતા એ એજ પ્રશ્ન પત્ર હતું.

જે રાત્રે વોટ્સ માં મળ્યું હતું ત્યારે  પ્રશ્ન પત્ર ફૂટ્યું હોવાની ખાતરી થતા ની સાથે જીલ્લા ની મહેસાણા જીલ્લા માધ્યમિક શાળા સંઘની ખાનગી 22 શાળાઓ માં પરીક્ષા રદ કરવાનો આદેશ કર્યો હતો અને પરીક્ષા રદ કરી  હતી અને ત્યાર બાદ આ પર્શ્ન પત્ર સહીત અન્ય પ્રશ્નો પત્રો પણ પરીક્ષા કેન્દ્રો માં પોહ્ચે એ પેહલા વાઈરલ થયા હોવાની રજુઆતો મળતા તેમને તમામ પ્રશ્નો પત્રો ની તપાસ શરુ કરી છે અને તેઓ અનુમાન લગાવી રહ્યા છે કે જીલ્લા માં જે 22 શાળાઓ માં જે મેહસાણા જીલ્લા માધ્યમિક સંઘ ના પ્રશ્ન પત્રો થી પરીક્ષા લેવાઈ છે તે તમામ પ્રશ્નપત્રો પરીક્ષા પહેલા જ ફૂટ્યા હોઈ 22 શાળાઓ ની સમગ્ર પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા લેવામાં આવે  તેવી વિચારણા  કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર