પાલનપુરઃશૌચાલયના કુવાના ખોદકામમાં ભેખડ ધસી પડતા દબાયેલા શ્રમીકનું મોત

Jan 29, 2017 10:20 AM IST | Updated on: Jan 29, 2017 10:20 AM IST

પાલનપુરઃબનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં બસ સ્ટેન્ડ નજીક ખોદકામ દરમ્યાન ભેખડ ઘસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી છે.જોકે આ બનાવ ની જાણ થતાજ આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી પરંતુ ત્યાં સુધીમાં તો મજૂરનું મોત નિપજતા પાલિકાની ફાયર બ્રિગેટ ટીમ પહોચી શ્રમીકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પાલનપુર શહેરમાં બસ સ્ટેન્ડ નજીક રહેણાંક મકાન મલિક દ્વારા શૌચાલય ના કુવાનું ખોદકામ ચાલી રહ્યું હતું તેમજ ખોદકામ  દરમ્યાન માટી ભીની હોવાના કારણે અચાનક ભેખડ ઘસી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કૂવામાં  કામ કરી રહેલ સુનીભાઈ આદિવાસી દટાઈ ગયો હતો.આ ઘટના થી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.

પાલનપુરઃશૌચાલયના કુવાના ખોદકામમાં ભેખડ ધસી પડતા દબાયેલા શ્રમીકનું મોત

જો કે ત્યાં સુધીમાં તો કૂવામાં દટાઈ ગયેલા મજૂરનું ગૂંગણામણ થવાથી તેનું કરુંણ મોત નીપજ્યું હતું.આ બનાવ ની જાણ થતાજ પાલિકાના કર્મચારીઓ અને ફાયર ફાઈટર ની ટિમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક મજૂર ની લાશ ને પી એમ અર્થે ખસેડી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર