પાલનપુર પાસે બસ અને ટ્રક અથડાતા 6 મુસાફરો ગંભીર

Mar 06, 2017 01:24 PM IST | Updated on: Mar 06, 2017 01:24 PM IST

પાલનપુરઃબનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઇવે પર આજે જગાણા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 6 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઇ હતી તેમજ અન્ય 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે તમામ ને સારવાર માટે 108 મારફતે પાલનપુર સિવિલ ખસેડાયા હતા.

નેશનલ હાઇવે નંબર 8 પર સર્જાયેલા આ અકસ્માત માં એસટી બસ લાખણી થી વાયા પાલનપુર થઇ અમદાવાદ જઈ રહી હતી. જે દરમિયાન જગાણા પાસે આગળ ચાલતા ટ્રક ની પાછળ ધડાકાભેર અથડાતા એસટીબસ ના ડ્રાઇવર,કંડકટર સહીત કુલ 16 થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા જો કે અકસ્માત માં કોઈ જાનહાની થઇ નથી .

પાલનપુર પાસે બસ અને ટ્રક અથડાતા 6 મુસાફરો ગંભીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર