ઓનલાઇન મોબાઇલ મંગાવ્યો,પાર્સલ ખોલ્યુ તો શું નિકળ્યુ જાણો

Jan 19, 2017 02:32 PM IST | Updated on: Jan 19, 2017 02:32 PM IST

પાલનપુરઃએક તરફ ડીઝીટલ ઇન્ડિયા ની વાતો થઇ રહી છે ત્યારે આજે પણ ગામડા ના લોકો કેટલીક ઓનલાઇન કંપનીઓના ભ્રામક પ્રચાર નો ભોગ બની છેતરાઈ રહયા કિસ્સા સમાજ માં દેખાતા હોય છે.આવો જ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુર ના ધાણધા ગામમાં પ્રકાશમાં આવ્યો છે.

પાલનપુરના ધાણધા ગામમા રહેતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અયુબ સુમરા એ મોબાઈલ પર આવેલા કોલના આધારે સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મંગાવ્યો હતો.મોબાઈલ પર આવેલા કોલના આધારે 10 દિવસ બાદ પોસ્ટ ઓફિસથી એક પાર્સલ આવ્યું હતું. જોકે પોસ્ટમાં આવેલા પાર્સલ ને 4100 રૂપિયા આપી છોડાવ્યા બાદ પાર્સલ ખોલતા અંદર થી વિવિધ 3 થી 4 પ્રકાર ની પ્રતિમાઓ મળી આવી હતી. જો કે મોબાઈલ ની જગ્યાએ નાનકડી પ્રતિમાઓ ને પગલે મોબાઈલ પર આવેલા નંબર પર ફોન કરતા કોઈ ખાસ પ્રત્યુત્તર ન આપતા આખરે પછતાવાનો વારો આવ્યો છે.

ઓનલાઇન મોબાઇલ મંગાવ્યો,પાર્સલ ખોલ્યુ તો શું નિકળ્યુ જાણો

જો કે મોબાઈલ પર આવતા ભ્રામક અને વધુ ફાયદો મેળવવાની લાલચ માં લોકો છેતરાય છે ત્યારે આવા મોબાઈલ પર આવેલા કોલ ને આધારે રૂપિયા આપતા પહેલા આજની તારીખે સો વાર વિચારવું જરૂરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર