અરવલ્લી જીલ્લામાં એક જ રાતમાં ૧૨ મકાનમાં ચોરી

Jun 05, 2017 03:58 PM IST | Updated on: Jun 05, 2017 03:58 PM IST

અરવલ્લી જિલ્લામાં ચોરી ઘરફોડ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે ફરી એક વાર તસ્કરો મોડાસા શહેરમાં સક્રિય બન્યા છે. મોડાસાના માલપુર રોડ પર આવેલા તિરૂપતિ આનંદવિલા અને મધુવન રેસિડન્સીમાં એક સાથે 12 મકાનોના તાળા તૂટ્યા અંદાજે 3 લાખ રૂપિયાની રોકડ તથા મુદ્દામાલની ચોરી કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

chori1

અરવલ્લી જીલ્લામાં એક જ રાતમાં ૧૨ મકાનમાં ચોરી

અરવલ્લી જિલ્લાના પાટનગર મોડાસા શહેરમાં ગત રાત્રીએ માલપુર રોડ પર આવેલા તિરૂપતિ આનંદવિલા અને મધુરમ રેસિડન્સીમાં એક સાથે 12 મકાનો ના તાળા તુટતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત રાત્રીએ તિરૂપતિ આનંદવીલા રેસિડન્સીમાં સોસાયટીની છેલ્લી લાઈનમાં રહીશો પોતાના ઘરની બહાર ઓસરીમાં સુતા હતા તે સમયે તસ્કરોએ ચુપકીથી બારણાના નકુચાઓ તોડી ઘરમાં રહેલી તિજોરીઓ કબાટના લોક તોડી તમામ ચીજવસ્તુઓ વેર વિખેર કરી ઘરમાં રહેલ રોકડ તથા દાગીનાની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા.

આજ પદ્ધતિ થી એકજ લાઈન ના કુલ 7 મકાનમાં હાથ ફેરો કરવામાં તસ્કરો સફળ રહ્યા હતા હાલ સ્કૂલો ખુલવા નો સમય હોવાથી આ સોસાયટી માં રહીશો એ બાળકો ની ફી ભરવા માટે તેમજ સ્કુલ ડ્રેસ અને પુસ્તકો માટે રાખેલ રોકડ રકમ પણ તસ્કરો ઉઠાવી ગયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર