મોડાસાઃ આશા વર્કરોની પગાર વધારા માટે રેલી,પોલીયો દિવસની કર્યો બહિષ્કાર

Jan 24, 2017 02:15 PM IST | Updated on: Jan 24, 2017 02:16 PM IST

મોડાસાઃઅરવલ્લી જીલ્લાના ૫૦૦ થી વધુ આંગણવાડી અને આશાવર્કરો દ્વારા મોડાસામાં પગાર વધારા મુદ્દે સોમવારે રેલી યોજાઈ હતી.મોડાસા શહેરમાં જીલ્લા સેવા સદનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પહોચી હતી પગાર વધારા સાથે રેલી યોજીને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.

સરકાર દ્વારા જે ફિક્સ પગારદારોનો પગાર વધારો કરાયો તે મુજબ ૧૨૩ ટકા જેટલો પગાર વધારો આંગણવાડી અને આશા વર્કરોનો પણ વધારો કરાય તેવી માંગ કરવામાં આવી હતી. જેમાં આશા વર્કરો પાસે કામ વધુ કરાવાય છે અને ભથ્થું ઓછું અપાતું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મોડાસાઃ આશા વર્કરોની પગાર વધારા માટે રેલી,પોલીયો દિવસની કર્યો બહિષ્કાર

ત્યારે આગામી રવિવારે ૨૯ જાન્યુઆરીએ યોજાનાર પોલીયો દિવસનો પણ બહિસ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.જો આગામી સમયમાં માંગ નહિ સ્વીકારાય તો સરકારના તમામ કાર્યક્રમોનો કાર્યકરો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.

સુચવેલા સમાચાર