ખેડબ્રહ્મા પાસે ટેમ્પો પલટતાં 6ના મોત,15ઘાયલ

Jan 18, 2017 05:46 PM IST | Updated on: Jan 18, 2017 06:27 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ખેડવા બોર્ડર પાસે આજે બપોરના સુમારે આઇશર ટેમ્પાએ પલટી ખાધી હતી. જેમાં ટેમ્પામાં બેઠેલા 15 લોકો ઘાયલ થયા હતા તેમજ 6 લોકોના મોત નીપજ્યા હતા. ઉદયપુરના કોટડા તાલુકાના મોરસુચા પાસે ટેમ્પો પલટ્યો હતો.

ઘાયલોને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.ટેમ્પો કપાસ ભરીને ખેડબ્રહ્માથી વડાલી જીનમાં જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો. મૃતકોની ઓળખ વિધી શરૂ કરાઇ છે. પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

ખેડબ્રહ્મા પાસે ટેમ્પો પલટતાં 6ના મોત,15ઘાયલ

સુચવેલા સમાચાર