મહેસાણાઃમદદ મોઘી પડી,સરકારી બાબુની કરી દેવાઇ બદલી

Apr 06, 2017 07:57 PM IST | Updated on: Apr 06, 2017 07:57 PM IST

મહેસાણાઃ મહેસાણા તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેરને પોતાની પત્નીનું સરપંચ માટે ફોર્મ ભરી ઉમેદવારી પ્રક્રિયામાં ભાગ ભજવવું ભારે પડ્યું છે જીલ્લા પંચાયત તંત્ર ધવારા તાતકાલીક અસર થી બદલી કરાઈ દેવતા બદલીને પગલે સરકારી બેડામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

મહેસાણામાં અ.મદદનીશ ઈજનેરની બદલી કરી દેવાઇ છે.એચ.આર. બ્રહ્મભટ્ટની વિસનગર બદલી કરાઇ છે. તેમણે પત્નીને ચુંટણી ફોર્મ ભરાવવું ભારે પડ્યું છે. જોટાણા તાલુકાના સીડોસણમાં પત્નીની સરપંચ માટે ઉમેદવારી નોધાવી ત્યારે અધિકારી દ્વારા ફોર્મ ભરી મદદ કરવામાં આવી જે ભારે પડી છે. સ્થાનિકોએ રાજ્ય ચુંટણીપંચને વિડીયો મોકલી તપાસની માંગ કરી ત્યાર બાદ હરકતમાં મહેસાણા જીલ્લા પંચાયત તંત્ર આવ્યું છે.

મહેસાણાઃમદદ મોઘી પડી,સરકારી બાબુની કરી દેવાઇ બદલી

મહેસાણા જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ડીડીઓને અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. અહેવાલને પગલે તંત્રએ આચારસહિતાના ભંગના આરોપસર તપાસનો દોર ચાલુ રાખી હાલમાં સિંચાઈ વિભાગની પેટા શાખા મહેસાણા તાલુકા પંચાયતની પાતાળ કુવા શાખા થી બદલી કરી વિસનગર તાલુકામાં આવેલ પાતાળકુવા શાખામાં તત્કાલિક અસર થી બદલી કરી દેતા સરકારી બેડામાં ચર્ચાઈ જોર માંડ્યું છે.

સુચવેલા સમાચાર