વિસનગરઃચોકલેટની લાલચ આપી 8વર્ષની બાળકી પર વિદ્યાર્થીનું દુષ્કર્મ 

Jan 01, 2017 04:48 PM IST | Updated on: Jan 01, 2017 04:48 PM IST

મહેસાણા : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામડામાં ૮ વર્ષીય બાળકીને તેની જ શાળામાં ભણતા ધોરણ૮ના વિદ્યાર્થીએ ચોકલેટની લાલચે બોલાવી તેના પર બળજબરીથી રેપ કર્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ નોધાઇ છે.

વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામેપ્રાથમિક શાળામાં ભણતી વિદ્યાર્થિનીને ચોકલેટની લાલસા આપી એકલતામાં બોલાવી તેની સાથે દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. અહીની પ્રાથમિક શાળામાં ભણતી એક બાળાને શાળા સંકુલમાં પાણી પિતા જોઈ તે જ શાળામાં ધોરણ ૮ માં ભણતા એક દલિત બાળકે બાળકીને બોલાવી ચોકલેટની લાંલચ આપી બાજુમાં આવેલ સંપ પાસે એકલતામાં લઇ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જેની જન થતા તેના પિતા એ પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

વિસનગરઃચોકલેટની લાલચ આપી 8વર્ષની બાળકી પર વિદ્યાર્થીનું દુષ્કર્મ 

ઘટનાની જાણ થતા ભોગ બનનારના પિતાએ વિસનગર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે બાળકીનું નિવેદન લઇ ગુનેગાર બાળકને પકડવાની તજવીજ વાયુ વેગે હાથ ધરી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર