સતલાસણાઃખેડૂત હત્યા કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ

Jan 24, 2017 03:37 PM IST | Updated on: Jan 24, 2017 07:45 PM IST

મહેસાણાઃ મહેસાણા જિલ્લાના સતલાસણાના કાજીપુરામાં ખેડૂત પર હુમલો કરી હત્યા કરવાના ગુનામાં આજે કોર્ટે પાંચ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

પ્રાપ્ત વિગત મુજબ સતલાસણાના કાજીપુરા ગામે 1 વર્ષ અગાઉ ટ્રેકટર પર જઈ રહેલ ખેડૂત  ઠાકોર વિનુજી પર હુમલો કરાયો હતો.હુમલામાં ઠાકોર વિનુજીનું સ્થળ પર મોત નિપજ્યું હતુ. આ કેસમાં એફઆઇઆર નોધાઇ હતી. કેસ વિસનગર સેશન્સ કોર્ટેમાં ચાલી જતા આજે કોર્ટે ચુકાદો આપતા 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.સરકારી વકીલ સી.બી.ચૌધરીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે પરિવારને ન્યાય આપ્યો છે.

સતલાસણાઃખેડૂત હત્યા કેસમાં 5 આરોપીઓને આજીવન કેદ

સતલાસણા તાલુકાના કાજીપુર ગામની સીમમાં એક વર્ષ અગાઉ તારીખ ૨૭- ૧૨-૨૦૧૫ ના રોજ ખેતરમાં પોતાની પત્ની ગીતાબેન ઠાકોરને લઇ ટ્રેક્ટર પર પોતાના ઘરે જઈ રહેલ ઠાકોર વિનુજી પર કેટલાક શખ્સોએ જૂની અદાવતમાં જીવલેણ હુમલો કરાતા વિનુજીનું ઘટના સ્થળે પર જ મોતનીપજ્યું હતું.

આ કેસ વિસનગર સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.બી. ચૌધરીની દલીલોને ગ્રાહ્ય રાખી એડીશનલ ડીસ્ટ્રીક જજ શ્રી પી.એસ.કાલાઓ એ ઠાકોર વદનજી, ઠાકોર તેજાજી, ઠાકોર સુરેશજી, ઠાકોર કનુજી અને ઠાકોર રાનુંજી આ તમામ પાંચ હત્યારાઓને દોષિત ઠેરવી આજીવન કેદ અને દરેકને ૨૮૦૦ રૂપિયાનના દાનની સજા ફટકારી છે. તો મૃતકની પત્ની ગીતાબેન ઠાકોરને પણ બે મહિલાઓ દ્વારા મારામારવાના બનાવને જોતા કોર્ટે દોષિત મહિલાઓને પણ એક એક વર્ષની કેદ અને ૮૦૦ રૂપિયા દંડ ફટકારાયો છે.

 

બાઈટ૦૧ :  સી.બી.ચૌધરી  -  સરકારી વકીલ , મહેસાણા

 

વિસનગર કોર્ટે ઘટનાના માત્ર એક જ વર્ષ બાદ છ માંથી પાંચલોકોને દોષિત ઠેરાવીને અન્ય એક ઈશ્મને હત્યા સ્થળ પર ન હોવાના પુરાવા આધારે નિર્દોષ મુક્ત કરાયો છે ત્યારે  હત્યાના બનાવમાં ભોગ બનેલા પરિવારને ખુબ જડપી અને સચોટ ન્યાય આપતા કોર્ટના આ નિર્ણય થી સમગ્ર ન્યાય જગતમાં આ ચુકાદો  ચર્ચાના વંટોળે ફરી વળ્યો હતો

 

સુચવેલા સમાચાર