હિંમતનગરની હોસ્પિટલમાં બોંબ મુક્યાનો ફોન કરનાર મુંબઇથી ઝડપાયા

Mar 20, 2017 06:57 PM IST | Updated on: Mar 20, 2017 06:57 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા આરોગ્ય નગરની એક ખાનગી હોસ્પીટલમાં થોડાક દીવસ અગાઉ બોંબ મુક્યો હોવાની ફોન થી ધમકી આપ્યાના મામલામાં સાબરકાંઠા એસઓજી દ્રારા બે શખ્શોની મુંબઇથી ધરપકડ કરાયા બાદ તેમની તપાસ હાથ ધરતા મુંબઇ થી એસઓજીએ ઇન્ટરનેટ કોલીંગના મશીન સહીત સહીતના સામાનને જપ્ત કર્યો છે.

ઇન્ટરનેટ કોલીંગ કોન્ફરસીંગ મશીનનો ઉપયોગ

હિંમતનગરની હોસ્પિટલમાં બોંબ મુક્યાનો ફોન કરનાર મુંબઇથી ઝડપાયા

શહેરમા આવેલા આરોગ્ય નગર વિસ્તારમાં આવલી ખાનગી આવકાર હોસ્પીટલના લેન્ડ લાઇન નંબર પર ફોન કરીને ધમકી અપાઇ હતી. મુંબઇના ગોવન્ડી થી મુળ ઉત્તરપ્રદેશના બે શખ્શોની ધરપકડ કરીને હિંમતનગર લવાયા હતા. જે બંને શખ્શો ને છ દીવસના રીમાન્ડ દરમ્યાન પુછપરછ કરતા બંને પાસે થી મુંબઇમાથી 18 સીમકાર્ડનો ઉપયોગ કરી શકાય એવુ ઇન્ટરનેટ કોલીંગ કોન્ફરસીંગ મશીન સહીત રાઉટર અને ડમી સીમકાર્ડને જપ્ત કર્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર