અંબાજીઃ હડાદ ગામ નજીક બે કાર અથડાતા 3ના મોત, 7 ઘાયલ

Jan 18, 2017 10:29 AM IST | Updated on: Jan 18, 2017 10:29 AM IST

અંબાજીઃઅંબાજી નજીક હડાદ ગામ પાસે મંગળવારે સાંજના સુમારે ફોર્ચુનર કાર અને અલ્ટો કાર ધડાકાભેર અથડાતાં ઘમખવાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તીઓનાં સ્થળ ઉપર જ્યારે એક સારવાર અર્થે ખસેડાતા મોંત નિપજેલ છે.

અને ૭ જેટલાં ઘાયલ વ્યક્તીઓને અંબાજી,  હડાદ અને ખેડબ્રહ્મા ખસેડાયેલ છે. મૃતકોમાં મનસુખ ભાઇ ગમાર  જે હિંમતનગર ની સીવીલ હોસ્પિટલમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા હતા.  જ્યારે બે વ્યક્તીઓની હજી ઓળખ થવા પામેલ નથી. જેની તપાસ હડાદ પોલીસ કરી રહી છે.

અંબાજીઃ હડાદ ગામ નજીક બે કાર અથડાતા 3ના મોત, 7 ઘાયલ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર